
પાટણ પોસ્ટલ ડિવિઝનના તાબા હેઠળની ૨૭૨ પોસ્ટ ઓફિસમાં આજથી આઈ.ટી. ૨.૦ સિસ્ટમ રોલ આઉટનો શુભારંભ.

દેશ વ્યાપી આઇ.ટી. ૨.૦ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો.


ભારત સરકારના જાહેર ક્ષેત્રના ટપાલ વિભાગ દ્વારા ટેકનોલોજી આધારિત સેવાઓમાં સુધારો લાવવા માટે દેશ વ્યાપી આઇ.ટી. ૨.૦ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ સમગ્ર ટપાલ તંત્રને વધુ અસરકારક ઝડપી અને ગ્રાહક મૈત્રી બનાવવાનું હેતુ છે. જે અભિયાનના ભાગરૂપે પાટણ જિલ્લા મથક પાટણ પોસ્ટલ ડિવિઝન તેમજ તેના તાબા હેઠળ આવતી ૨૭૨ પોસ્ટ ઓફિસમાં આજથી આઈ.ટી. ૨.૦ સિસ્ટમ રોલ આઉટનો શુભારંભ કાર્યક્રમ પાટણ જિલ્લા મુખ્ય પોસ્ટ ઓફીસ ખાતે યોજાયો હતો.
એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજી એપ્લિકેશન શરૂ થતા લોકોની સેવામાં ડિજિટલ શ્રેષ્ઠતાને લઈ રાષ્ટ્ર નિર્માણ ની યાત્રામાં આ અભિયાન મહત્વપૂર્ણ બની રહેશે.
એપ્લિકેશન શરૂ થતા તમામ પોસ્ટ ઓફિસોમાં લેવડ દેવડ સહિતની તમામ કામગીરી ઝડપી બનશે તેમ જ પોસ્ટ બેન્કિંગની કામગીરીમાં ગ્રાહકોને ડિજિટલ સુવિધા ઉપલબ્ધ થશે.
આ ઉપરાંત પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ રજીસ્ટર – સ્પીડ પોસ્ટ અને પાર્સલ સહિતની અન્ય સેવાઓની કામગીરી પણ ઝડપી થશે. સાથે સાથે પોસ્ટ વિભાગના તમામ કર્મચારીઓનું કામનું ભારણ પણ ઘટશે.
આમ આજથી પાટણ જીલ્લા મથક પાટણની મુખ્ય પોસ્ટ ઓફીસ સહિત તેના તાબા હેઠળની તમામ પોસ્ટઓફીસોમાં એડવાન્સ પોસ્ટલ ડીઝીટલ એપ્લીકેશનનો શુભારંભ થયો છે……..!



