પાટણ ડેપો સંચાલિત પાટણ-સોમનાથની સ્લીપરકોય બસ શરુ કરવા રજુઆત કરાઈ.

પાટણ તા. 28
મહેસાણા એસ.ટી.વિભાગના પાટણ એસ.ટી.ડેપો સંચાલિત પાટણ-સોમનાથ ની સ્લીપરકોચ લકઝરી બસ શરૂ કરવામાં આવે તો લોકો સોમનાથ મહાદેવના દર્શનાથ તથા યાત્રાધામ પ્રવાસનો લાભ આરામદાયક રીતે માણી શકે તેવા શુભ આશ્રર્યથી સ્લીપર કોચ બસની સુવિધા તાત્કાલીક શરૂ કરવામાં આવે તેવી લોક માંગણીને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય સમસ્યા મંચ ના શૈલેષભાઈ નાયી દ્રારા પત્ર મારફતે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંધવી ને રજુઆત કરી છે.
તેઓએ કરેલ રજુઆત મા જણાવ્યું છે કે આ યાત્રામાં વૃધ્ધ વડીલો-મહીલા-બાળકો યાત્રા પ્રવાસે જતા હોઈ તેઓ આરામદાયક રીતે પ્રવાસ યાત્રા નો લાભ લઈ શકે તેવી આ વિસ્તારની પ્રજાની લોક માંગણી છે કે જો આ બસ ને સ્લીપરકોય લકઝરી બસ મુકવામાં આવે તો યાત્રામાં સુગમતા પડે અને આરામ દાયક મુસાફરી લોકો કરી શકે તેવી માંગણી છે.
આમ યાત્રાળુઓને સમય નો બચાવ પણ થઈ શકે તો આપના સ્તરેથી એસ.ટી વિભાગીય કચેરી રાણીપ-અમદાવાદ ને અમારા વતી વિનંતી કરવા મે કરીએ છીએ, તો આ અંગે ઝડપથી કાર્યવાહી થાઈ અને સ્લીપર કોચ લકઝરી બસ પાટણ ડેપો સંચાલિત પાટણ-સોમનાથ બસ શરુ કરવા આવે તેવી અપેક્ષા સહ. સહકારની તેઓએ આશા વ્યકત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here