પાટણ તાલુકાના નોરતા ગામે દોલતરામ મહારાજ આશ્રમે ગુરુપૂર્ણિમા પર્વની ભાવપૂર્વક ઉજવણી કરાઇ…

ચાલીસ હજાર થી વધારે ગુરુ ભક્તોએ  પ્રસાદનો લાભ લીધો…

સામાજિક અને રાજકીય આગેવાનો સહિત હજારો ગુરૂભક્તોએ દર્શનનો લાભ લીધો…

આજે દસ જુલાઈના રોજ ગુરુપૂર્ણમાના પવિત્ર દિવસે પાટણ તાલુકાના નોરતા ગામે શ્રી દોલતરામ મહારાજના આશ્રમે ગુરુપૂર્ણિમા પર્વની ભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી પાટણ સમીપ આવેલ નોરતા ધામ ખાતે પરમ પૂજ્ય દોલતરામ બાપુ અને પરમ પૂજ્ય વિશ્વ ભારતીજી માતાના સાનિધ્યમાં સેવક ગણ દ્વારા ગુરુપૂર્ણિમાના પાવન પર્વની ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી.

ગુરુપૂર્ણિમાના પર્વને લઈને વહેલી સવારથી નોરતા ધામ ખાતે સેવક ગણે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પરમ પૂજ્ય દોલતરામ બાપુ અને વિશ્વભારતીજી નું પૂજન અચૅન સાથે ગુરુદક્ષિણા અપૅણ કરી આશિર્વાદ મેળવ્યા હતા. ભાજપ અગ્રણી નંદાજી ઠાકોર, વિવિધ રાજકીય સામાજિક આગેવાનો સહિત હજારોની સંખ્યામાં ગુરુ ભક્તો ગાદીપતિ શ્રી દોલતરામ મહારાજ અને પ.પુ.સંત શ્રી વિશ્વભારતી મહારાજના દર્શન પુજન કરી ધન્યતા અનુભવી હતી.

વહેલી સવારથી જ આશ્રમ માં ગુરુ ભક્તો માટે ઠંડા શરબત ચા પાણી છાશ અને ગુરુપ્રસાદની સુંદર વ્યવસ્થા નું આયોજન કરવામાં આવ્યું હતું જેનો હજારોની સંખ્યામાં ગુરુ ભક્તોએ લાભ  લીધો હતો. જ્યારે આ નાનકડું નોરતા ગામ આજે દોલતરામ મહારાજના આશ્રમે ઉજવાતા ગુરુપર્વથી ભક્તિમય માહોલ થી દીપી ઉઠ્યું હતું.

ગુરુપૂર્ણિમા એટલે ભક્તો દ્વારા ગુરુ વંદન પૂજા કરી ધન્ય બનવાની ઘડીએ ગુરુભક્તોએ કુમકુમ તિલક ફુલહાર અને પ્રસાદથી ગુરુ ગાદીનું પ્રાગણ દીપી ઉઠ્યું હતું.

નોરતા ધામ ખાતે આયોજિત કરાયેલા ગુરુ પૂજનના આ પવિત્ર પર્વને સફળ બનાવવા ધામના સેવક રવિરામ સહિતના સેવકગણ દ્વારા સુંદર વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામાં આવી હતી.  અને સમગ્ર નોરતા ગામ ખાતેનો દોલતરામ મહારાજ નો આશ્રમ  દીપી ઉઠ્યો હતો…….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here