હાઈવે વિભાગ-૨ વોડૅ નં.૧૧ ના પાલિકા સફાઈ સુપર વાઇઝરે સફાઈ ટીમ સાથે રોડ પરની રેતી દુર કરી માગૅ સ્વચ્છ બનાવ્યો…

પાટણ તા. ૨૩
સોમવારની વહેલી સવારે પાટણ શહેરના પદ્મનાભ ચાર રસ્તા ના હાઈવે માગૅ પરથી રેતીનું વહન કરી પસાર થતાં ટર્બો ચાલક ના ટર્બો ની પાછળ નો લોખંડ નો દરવાજો કોઈ કારણસર ખુલી જતાં ટર્બોમાં ભરેલી રેતી આ હાઈવે માગૅ પર ઢોળાતા માગૅ પરથી પસાર થતાં અન્ય નાના-મોટા વાહન ચાલકો ને માગૅ પરથી પસાર થવું મુશકેલ બન્યું હતું.
જોકે માગૅ પર રેતી ઢોળાઈ હોવાની જાણ હાઈવે વિભાગ-૨ વોડૅ નં.૧૧ ના પાલિકા સફાઈ સુપર વાઇઝર ભીખાભાઈ ને થતાં તેઓ તાત્કાલિક સફાઈ કામદારો ને લઈ ધટના સ્થળે પહોંચ્યા હતા અને સફાઈ કામદારો ને કામે લગાડી માગૅ પરની રેત ને બ્રશ મરાવી દૂર કરી માગૅ ને સ્વચ્છ બનાવતાં પાલિકાના હાઈવે વિભાગ -૨ વોડૅ નં-૧૧ ના સફાઈ સુપરવાઇઝર ભીખાભાઈ સહિતના સફાઈ કામદારો ની કામગીરી ને સૌએ સરાહનીય લેખાવી હતી.



