સફાઈ કામગીરી ઝડપી પૂણૅ કરી પાણી પુરવઠો ઉપલબ્ધ બનાવવા નગર સેવક ની સુચના..
પાટણ તા. ૧૪
પાટણ શહેર માં આવેલ સિદ્ધિ સરોવર ખાતે નગર પાલિકા સંચાલિત ઓવર હેડ પાણી ની ટાંકી નું ગતરોજ સફાઈ કામ શરૂ કરવામાં આવતા શહેર ના મોટા ભાગ ના વિસ્તારમાં પાણી પુરવઠો સ્થગીત કરવામાં આવતા લોકોને પાણી માટે હાલાકી ભોગવવી પડી હતી.
તો આ મામલે વોર્ડ નં ૭ ના રહિશો દ્રારા સ્થાનિક કોર્પોરેટર ને રજૂઆત કરતાં નગર સેવકે સિદ્ધિ સરોવર ખાતે ના ફિલ્ટર પ્લાન્ટ ની રૂબરૂ મુલાકાત લીધી હતી અને સિદ્ધિ સરોવર પાણીની ટાંકીના સંપનું સફાઈ કામ ઝડપથી પૂર્ણ કરી વિસ્તારમાં પાણી પુરવઠો તાત્કાલિક ઉપલબ્ધ બનાવવા ફરજ પરના કમૅચારીઓને સુચિત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..



