પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીની જ્યોત સ્વરૂપે રવાડી નિકળી..

ભગવાનની વાણી-કીર્તન સાથે નીકળેલી રવાડી ના દર્શન કરી હરિભક્તો ધન્ય ભાગ બન્યા..

પાટણ તા.૨૩
સંવત 2081 ને ચૈત્ર વદ દસમ ને બુધવાર ના રોજ સવારે આઠ કલાકે પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ શ્રી પદ્મનાભ ભગવાનની જયોત સ્વરૂપેનિકળતી રવાડી ભગવાનની વાણી-કીર્તન સાથે ભક્તિ મય માહોલમાં પરંપરા અનુસાર શ્રી પદ્મનાભ ભગવાનના ના મંદિર પરિસર ખાતે થી નિકળી પદ્મનાભ વાડી પરિસરની પરિક્રમા કરી પુનઃ નિજ મંદિર ખાતે સંપન્ન બની હતી.


પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીની જ્યોત સ્વરૂપે નીકળતી રવાડીનું વિશેષ મહત્વ હોય જેના દર્શન માટે પાટણ પ્રજાપતિ સમાજના ભક્તો સહિત શ્રી પદ્મનાભ ભગવાનમાં શ્રદ્ધા- ભક્તિ ધરાવતા હરિભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રવાડીના દર્શન- પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
શ્રી પદ્મનાભ ભગવાનના મંદિર પરિસર ખાતે આયોજિત આ ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સહિત પાટણ પ્રજાપતિ સમાજના હરીભક્તો દ્રારા જહેમત ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here