પાટણ પ્રજાપતિ- સ્વામી પરિવારના સ્વયમ સ્વામી એ સીએ ની પરિક્ષા પાસ કરી…

સમાજ આગેવાનો એ ગૌરવપૂર્ણ ક્ષણના સાક્ષી બની સ્વયમ સ્વામી ને શુભેચ્છાઓ પાઠવી….

પાટણ તા. 2
પાટણ પ્રજાપતિ- સ્વામી પરિવારના સ્વયમ સ્વામી એ સીએ ની પરિક્ષા પાસ કરી સમાજ અને પાટણ ને ગૌરવ પ્રદાન કર્યુ છે ત્યારે સમાજ આગેવાનો શાંતિભાઈ સ્વામી, યશપાલ સ્વામી, કમલેશભાઈ સ્વામી,વિજય સ્વામી, રાજેશભાઈ (ખન્નાભાઈ),
કનુભાઈ સ્વામી (ઝવેરી), સંજય પ્રજાપતિ એ આ ગૌરવપૂર્ણ ક્ષણના સાક્ષી બની સ્વયમ સ્વામી ને તેમના નિવાસ સ્થાને જઈ સાલ થી સન્માનિત કરી મો મીઠું કરાવી ઉજજવળ ભવિષ્ય ની શુભેચ્છાઓ પાઠવી હતી.
પાટણના જાણીતા સામાજિક કાર્યકર અને એકાઉન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા સત્ય પ્રકાશ સ્વામી (મહેશ સ્વામી) ના પુત્ર સ્વયમ સ્વામી એ ભારતની પ્રતિષ્ઠિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) ની પરીક્ષા સફળતા પૂર્વક પાસ કરી પ્રજાપતિ- સ્વામી પરિવાર સહિત સમગ્ર પાટણને ગૌરવ અપાવ્યું છે.
માત્ર 10 ટકા જેટલું પરિણામ ધરાવતી આ કઠિન પરીક્ષામાં સ્વયમ સ્વામીની સફળતા મેળવવા પાછળ તેની અથાગ મહેનત,લગન અને પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ છે. પોતાની સતત મહેનત અને એકાગ્રતા દ્વારા તેમણે આ મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી સમાજ અને પાટણનું ગૌરવ વધાર્યું છે.
સ્વયમના પિતા પોતે પણ એકાઉન્ટક્ષેત્ર સાથે જોડાયેલા છે અને પાટણની વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે સક્રિય રીતે કામ કરી રહ્યા છે. સાથે સાથે સ્વામી પરિવારના ખજાનચી તરીકેની જવાબદારી પણ નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે ત્યારે પોતાના પુત્રની આ સિદ્ધિ બદલ તેઓએ પણ ગૌરવ અને આનંદની લાગણી અનુ
ભવી રહ્યા છે.
સ્વયમ સ્વામી ની આ સિધ્ધિ બદલ સમાજના આગેવાનો, શુભચિંતકો દ્વારા પણ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here