પાટણ યુનિવર્સિટી ખાતે રવિવારે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અંગે માહિતી સેમીનાર યોજાશે..

અનુ.જાતિના વિદ્યાર્થીઓને રા.સ. દ્વારા આપવામાં આવતી પોસ્ટ મેટ્રિકશિષ્યવૃત્તિ અંગેની સંપૂર્ણ જાણકારી અપાશે ..

પાટણ તા.૨૩
રાજ્યના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અંગેની સંપૂર્ણ માહિતી મળી રહે તે હેતુથી અનુસૂચિત જાતિ વિદ્યાર્થી વાલી મહામંડળ દ્વારા ૨૫ મે રવિવારના રોજ સવારે ૧૦ કલાકે હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગ હોલ, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ખાતે એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સેમિનારમાં નાયબ નિયામક,અનુસૂચિતજાતિ કલ્યાણ વિભાગના જાણકાર અધિકારી દ્વારા વર્ષ ૨૦૨૫ માં જુદા જુદા અભ્યાસક્રમો માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટેની સરકારની યોજનાઓ અંગેની જાણકારી આપવામાં આવનાર હોય પાટણ જિલ્લાના અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ,વાલીઓને આ સેમિનારનો લાભ લેવા અનુ
સૂચિત જાતિ વિદ્યાર્થી વાલી મહામંડળના પ્રમુખ પ્રો. રાજેન્દ્ર જાદવ દ્વારા જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here