પાટણ યુનિવર્સિટી ના એન.એસ.એસ.શાખાની સલાહકાર સમિતિની મીટીંગ મળી..

આગામી ભાદરવી પૂનમના મેળામાં સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્ત અભિયાન હાથ ધરાશે…

પાટણ તા. ૨
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી એન.એસ.એસ. શાખાની સલાહકાર સમિતિની મીટીંગ શનિવારે કુલપતી ડો. કે.સી.પોરીયાના અધ્યક્ષ સ્થાને વહીવટી ભવન ખાતે મળી હતી. આ મીટીંગમાં કુલપતિ ડો.કે.સી.પોરીયા ની સાથે કુલસચિવ ડો. આર એન. દેસાઈ, એન.એસ.એસ. પ્રોગ્રામ કૉ.ઓર્ડીનેટર કમલેશભાઈ કે. ઠક્કર , પ્રાદેશિક નિયામક ડો. કમલ કુમારકર તથા એન.એસ.એસના સર્વ સલાહકાર સમિતિના સભ્યો હાજર રહેલ હતા.
આ મીટીંગ અંતર્ગત આગામી ભાદરવી પૂનમના મેળામાં સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્ત અભિયાન, વર્ષ દરમિયાન થતી શિબિરની ફાળવણી, એન.એસ.એસ ના ૨૦૨૫-૨૬ ના અંદાજપત્ર ની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વધુમાં કેટલીક કોલેજોમાં યુનિટ નિષ્ક્રિય હોવાથી બંધ કરવાની તેમજ નવી કોલેજોને વધારાના યુનિટ અંગે ચર્ચા કરવામાં આવેલ હતી.મીટીંગમાં ડો. કમલ કુમાર કરે વિધાર્થીઓને આપવામાં આવતા સર્ટિફિકેટ ડિજિલોકરમાં પણ લેવા તેવું સુચન કર્યુ હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here