પાટણ તા. ૨૮
પાટણ સ્થિત પાટણ વાડા બ્રહ્મ સમાજ આગેવાનો દ્વારા પાટણના સેવાભાવી અને અનેકવિધ સેવાકીય, ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા ઠકકર સમાજના યુવા અગ્રણી લાલેશભાઈ ઠક્કરની સેવા પ્રવૃતિને પ્રોત્સાહિત કરવા શાલ અને બુકે થી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. સાથે સાથે પાટણ પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ યશપાલ સ્વામી તેમજ હરેશભાઈ પ્રજાપતિ પદ્મ મંડપ વાળા ની લોક સેવાઓને ધ્યાનમાં રાખીને તેઓને પણ સન્માનિત કરવામાં આવ્યાં હતા.
લોહાણા સમાજના આગેવાન અને યુવાન કાર્યકર લાલેશભાઈ ઠકકર ની સેવાઓને ધ્યાનમાં રાખીને દર વર્ષે નૂતન વર્ષના પાવન પર્વ પ્રસંગે પાટણ સ્થિત પાટણ વાડા બ્રહ્મ સમાજ દ્વારા સન્માન કરવામાં આવતું હોવાનું સમાજના આગેવાનો એ જણાવ્યું હતું.

પાટણ સ્થિત પાટણ વાડા બ્રહ્મ સમાજ દ્વારા લાલેશભાઈ ઠકકર ના વિલાજપાર્ટી પ્લોટ ખાતે આયોજિત આ સન્માન કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના આગેવાનોમાં પ્રમુખ અમૃતલાલ મહેતા,લાભ શંકરભાઈ જોશી,હસમુખભાઈ દવે, અશ્વિનભાઈપંડ્યા,જયંતીલાલ વ્યાસ, શરદભાઈ જાની,મુકેશભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.
સન્માન નો આભાર વ્યક્ત કરતાં લાલેશભાઈ ઠકકર, યશપાલ સ્વામી અને હરેશભાઈ પ્રજાપતિ એ બ્રહ્મ સમાજના આગેવાનોના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..



