પાટણ વ્રજ એપાર્ટમેન્ટમાં બંધ મકાનને નિશાન બનાવતો તસ્કર..

સોના ચાંદીના દાગીના સહિત ઘરવખરી સાથે બાઈક ની ચોરી ની ફરિયાદ નોંધાઈ…

પાટણ તા. ૧૦
પાટણ શહેરના વ્રજભૂમિ સોસાયટી ખાતેના વ્રજ એપાર્ટમેન્ટમાં રહેતા જીગરભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિના મકાનમાં ગતરોજ ચોરીની ઘટના બની હોવાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાવા પામી છે.
ગાંધીનગરમાં માર્કેટિંગનો વ્યવસાય કરતા જીગરભાઈના વ્રજ એપાર્ટમેન્ટ ના ઘરમાંથી કોઈ અજાણ્યો ચોર કુલ ₹1,42,400 ની કિંમતનો મુદ્દામાલ ચોરી ગયો છે.ચોરાયેલા સામાનમાં ₹50,000ની કિંમતની 10 ગ્રામની સોનાની ચેઈન, રૂ. 15,000 ની 5 ગ્રામની સોનાની વીંટી, રૂ. 2,500 નું સોનાનું પેન્ડલ અને 1,000 નો ચાંદીનો સિક્કો ચોરી કરી હતી.
આ ઉપરાંત ઘરવખરીમાં રૂ. 16,000નું ગૉદરેજ કંપનીનું ફ્રિજ, રૂ. 2,900 નોભરેલો ગેસ સિલિન્ડર, રૂ. 1,500નો તાંબાના બેડાનો સેટ, 30,000ની 25 જેટલી સાડીઓ અને રૂ. 1,500ના એલ્યુમિનિયમ-સ્ટીલના કરિયાણાના ડબ્બા પણ ચોરી કયૉ છે.
ચોરે ફ્લેટના પાર્કિંગમાં પાર્ક કરેલી 40,000ની કિંમતની મોટરસાઇકલ (નંબર GJ 24 BL 2810) પણ ચોરી લીધી છે.
આ અંગે જીગરભાઈ પ્રજાપતિએ પાટણ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here