
નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસીંધ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ડો. તરૂણ દુગ્ગલ સાહેબ મહેસાણા તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મિલાપ પટેલ સાહેબ મહેસાણા વિભાગ મહેસાણા નાઓએ નાગરીકોના ગુમ/ગેરવલ્લે થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.જે.પટેલ સા. નાઓને સુચના આપેલ જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.જે. પટેલ સા. મહેસાણા શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન નાઓએ ટેકનીકલ કામ કરતા આ.પો.કો દિલીપકુમાર ભવાનભાઇ તથા વુ. લોકરક્ષક ઉર્જાબેન ભરતભાઈ તથા આઇ.ટી એક્સપર્ટ અમિતકુમાર નરસિંહભાઇ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ. જે અન્વયે આ.પો.કો દિલીપકુમાર ભવાનભાઇ તથા વુ. લોકરક્ષક ઉર્જાબેન ભરતભાઇ તથા આઇ.ટી એક્સપર્ટ અમિતકુમાર નરસિંહભાઇ તથા સર્વેલન્સ સ્ટાફ નાઓએ ટેકનીકલ વર્ક આઉટ કરી મહેસાણા શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નાગરીકોના ગુમ/ગેરવલ્લે થયેલ અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-૨૭ કુલ્લે કિંમત રૂપિયા-૫,૦૭,૭૪૭/- ના તેમના મૂળ માલિકોને પરત કરી પ્રસંશનીય કામગીરી કરેલ છે.
ઉપરોક્ત કામગીરીમાં પો.ઇન્સ શ્રી કે.જે.પટેલ સાહેબના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ અજયસિંહ ઉદયસિંહ, અ.હેડ.કોન્સ જયદીપકુમાર પ્રભુદાસ, અ.પો.કો દિનેશભાઇ વાઘજીભાઇ, અ.પો.કો પિયુષકુમાર ડાહ્યાભાઇ, અ.પો.કો. સંકેતકુમાર દિનેશભાઇ, અ.પો.કો નિશાનકુમાર જીતેન્દ્રકુમાર, અ.પો.કો. હાર્દિકકુમાર ભરતભાઇ, આ.પો.કો મનિષકુમાર બાબુભાઇ, રોહિતકુમાર વિરમભાઇ, આ.પો.કો દિલીપકુમાર ભવાનભાઈ, વુ. લોકરક્ષક ઉર્જાબેન ભરતભાઇ તેમજ આઇ.ટી એક્સપર્ટ અમિતકુમાર નરસિંહભાઇનાઓએ ટીમવર્ક સાથે કરી સંપૂર્ણ કામગીરી સફળતા પુર્વક પાર પાડેલ.



