પાટણ ના વ્રજ એપાર્ટમેન્ટ ફ્લેટમાં થયેલ ઘરફોડ તેમજ મો.સા.ચોરીના ગુનોનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો.

પાટણ એલસીબીએ ચોરીમા ગયેલ સોના ચાંદીના દાગીના, ઘર વખરીના સામાન તેમજ મો.સા. મળી કુલ રૂ.૨,૧૩,૦૨૦ ના મુદ્દામાલ સાથે ચોર ઇસમને ઝડપી કાયૅવાહી હાથ ધરી…

પાટણ તા. ૧૧
પાટણ ના વ્રજ એપાર્ટમેન્ટ ફ્લેટમાં થયેલ ઘરફોડ તેમજ મો.સા.ચોરીના ગુનોનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો છે. પાટણ એલસીબીએ ચોરીમા ગયેલ સોના ચાંદીના દાગીના, ઘર વખરીના સામાન તેમજ મો.સા. મળી કુલ રૂ.૨,૧૩,૦૨૦ ના મુદ્દામાલ સાથે ચોર ઇસમને ઝડપી કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનાની મળતી માહિતી મુજબ પાટણ શહેર “બી” ડિવિ. પો.સ્ટે.મા ગતરોજ જીગરભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિ રહે-હાલે.બી/૨૦૪ સ્થાપનવન ટી.પી.નાઈન રોડ સરઘાસણ ક્રોસ રોડ ગાંધીનગર મુળ રહે.ટી-૧ વ્રજભુમી સોસાયટી વ્રજએપાર્ટમેન્ટ પાટણ વાળાના પાટણ વ્રજભુમી એપાર્ટમેન્ટ મ.ન. ટી-૦૧ વાળા બંધ મકાનમાથી ગઈ તા.૨૭/૦૫/૨૦૨૫ થી તા.૦૮
/૦૮/૨૦૨૫ ના કલાક-૨૨/૦૦ વાગ્યાના સુમારે મકાનમાંથી તિજોરીમાં રાખેલ સોનાની ચેન ૧૦ ગ્રામની જેની આશરે કિં.રૂ.૫૦,૦૦૦/- તથા એક સોનાનો કેવડા ઘાટ
ની વીંટી જેનુ આશરે વજન ૫ ગ્રામ જેની કિ.રૂ.૧૫,૦૦૦ તથા એક સોનાનુ પેન્ડલ જેની આશરે કિ.રૂ.૨૫૦૦ તથા ઘરના મંદિર માંથી એક ચાદીનો સીક્કો જેની આશરે કિ.રૂ.૧૦૦૦ તથા ગોઘરેજ કંપનીનુ ગ્રે કલરનુ ફ્રીજ જેની કિ.રૂ.૧૬,૦૦૦ ભરેલ ગેસ સીલીન્ડર જેની કિ.રૂ.૨૯૦૦,એક તાંબાના બેડાનો સેટ કિ.રૂ.૩૫૦૦ તથા માતાની આશરે પચ્ચીસેક જેટલી સાડીઓ જેની આશરે કિ.રૂ.૩૦,૦૦૦ તથા કરીયાણું ભરવાના એલ્યુમીનીયમ સ્ટીલના ડબ્બા જેની કિ.રૂ.૧૫૦૦ તથા ફ્લેટની નીચે પાર્કિંગમાંથી મો.સા.નં.જીજે ૨૪ એલ ૨૮૧૦ નુ જેની કિ.રૂ.આશરે ૪૦,૦૦૦ એમ કુલ્લ રૂપિયા ૧,૬૨,૪૦૦ના સોના ચાદીના દાગીના તથા ઘરનો સામાન તથા મો.સા.કોઈં અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ જતાં ઉપરોકત જણાવ્યા મુજબનો ગુનો ગત તા.૦૯/૦૮/૨૦૨૫ ના રોજ દાખલ થયેલ.
જે ગુનાનો ભેદ ઉકેલવા જિલ્લા પોલીસ વડાની સુચના આધારે એલસીબી પીઆઈ રાકેશ ઉનાગર ના માગૅદશૅન મુજબ એલસીબી ટીમે ચક્રો ગતિશીલ બનાવી કેમેરા ચેક કરતા બાતમી હકીકત મળેલ કે ઉપરોક્ત ગુના કામે ઘરફોડ ચોરીને અંજામ આપનાર ઇસમ તે જ ફ્લેટ ખાતે બીજા માળે રહેતો દિનેશભાઇ નવીનભાઇ લુહાર હોવાની હકીકત મળતા સદરી ઇસમને પકડી પાડી ખંત પુર્વક યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા પોતે ગુનાની કબુલાત કરતા જણાવેલ કે પોતે આ વ્રજ એપાર્ટમેન્ટ ફ્લેટના બીજા માળે રહેતો હોય અને પોતાની પાસે છેલ્લા દોઢેક માસથી કોઇ કામ ધંધો ન હોય બેરોજગાર હોય આ ચોરીના બનાવને અંજામ આપ્યો હોવાનું કબુલતા પોલીસે તમામ મુદામાલ સાથે આરોપીને ઝડપી ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી આગળ ની કાર્યવાહી માટે મુદામાલ સહિત આરોપીને બી ડિવિઝન પોલીસ ને સોપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here