
પાટણ તા. ૩
આપણું પાટણ હરિયાળું પાટણ ના મંત્ર ને ચરિતાર્થ કરવા અવાર-નવાર વિવિધ સંસ્થાઓ દ્વારા શહેરના વિસ્તારોમાં વૃક્ષારોપણના કાર્યકમો આયોજિત કરવામાં આવતા હોય છે. ત્યારે મંગળવારના રોજ રોજ શહેરના સ્લમ વિસ્તારોમાં મહિલા હાઉસિંગ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં પાટણ નગરપાલિકાના કોર્પોરેટર દેવચંદભાઈ પટેલ સહિત મહિલા હાઉસિંગ ટ્રસ્ટની બહેનોએ વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરી તેના જતન માટે સંકલ્પ ગ્રહણ કરી આપણું પાટણ હરિયાળુ પાટણના મંત્રને ચરિતાથૅ કરતાં પાટણના પ્રબુદ્ધ નગરજનોએ તેઓના આ કાયૅ ની સરાહના કરી હતી.




