પાટણ સબ જેલ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે “રન ફોર યુનીટી“  કાર્યક્રમ યોજાયો…

ભારત સરકારના ગૃહ મંત્રાલય, નવી દિલ્હીના આદેશ અનુસાર તેમજ પોલીસ મહાનિદેશક, ડો.કે.એલ.એન.રાવ તેમજ પોલીસ મહાનિરીક્ષક અશ્વિન ચૌહાણ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે “રન ફોર યુનીટી” નું આયોજન કરવામાં આવ્યું હતુ.

જે મુજબ અખંડ ભારતના સર્વાંગી વિકાસ માટે એકતા ખૂબ જ જરૂરી હોય, જે મુજબ પાટણ સબ જેલના અધિક્ષક બી.ટી. દેસાઇના અધ્યક્ષ સ્થાને સબજેલ સ્ટાફના તમામ કર્મચારીઓ દ્રારા એકતા દોડમાં ભાગ લઈ ઉત્સાહભેર કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here