કલા મહાકુંભમાં એન.જી.પટેલ પ્રાથમિક શાળા તાલુકા કક્ષાએ રાસ,ગરબા અને એકપાત્ર અભિનયમાં પ્રથમ
ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય, કલા -સાહિત્ય અને સંસ્કૃતિમાં આગવી ઓળખ ઉભી થાય અને સંસ્કૃતિમાં આગવી ઓળખ ધરાવનાર અલગ અલગ વય જૂથના કલા પ્રેમીઓ રાજ્યની કલા સંસ્કૃતિથી લોકો માહિતગાર થાય તે હેતુથી રાજ્યમાં કલા-મહાકુંભનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. તેના ભાગ રૂપે પાટણ તાલુકા કક્ષાએ આદર્શ વિદ્યાલય-પાટણ ખાતે યોજાયેલ તાલુકા કલામહાકુંભ-૨૦૨૫ માં શેઠશ્રી એન.જી.પટેલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ૬ થી ૧૪ વય ગ્રુપમાં રાસ અને ગરબા, એકપાત્ર અભિનય,ભજન સ્પર્ધામાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ તાલુકા કક્ષાએ ખુબ શ્રેષ્ઠ પ્રદર્શન કરી વિજેતા બન્યા છે. જેમાં રાસ સમૂહ સ્પર્ધામાં પ્રથમ, ગરબા સમૂહમાં પ્રથમ નંબર, એકપાત્ર અભિનયમાં પ્રથમ નંબર (સોલંકી ભૂમિ પ્રવિણભાઈ), ભજન સ્પર્ધામાં પટણી કૌશિકે દ્રિતિય નંબર પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે . વિજેતા થયેલ કૃતિઓમાં જિલ્લા કક્ષાએ શાળા તેમજ તાલુકાનું નેતૃત્વ કરશે.
શેઠશ્રી એન. જી. પટેલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ મેળવેલ આ સિદ્ધિ બદલ શાળા મંડળના પ્રમુખ ડૉ. જે. કે. પટેલ, મંત્રી મનસુખભાઈ પટેલ, ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, સહમંત્રી અશોકભાઈ પટેલ, ખજાનચી મહેન્દ્રભાઈ વી. પટેલ, વહીવટી દિનેશભાઈ પટેલ, શાળાના આચાર્ય વસંતભાઈ પટેલે આ તમામ વિજેતા વિદ્યાર્થીનીઓ તથા તેમને માર્ગદર્શન આપી તૈયાર કરાવનાર શિક્ષકોને શુભકામનાઓ સહ અને અભિનંદન પાઠવ્યા હતા.




