પાટણની એન.જી.પટેલ પ્રાથમિક શાળાના મુખ્ય દાતાશ્રીની પુણ્યતિથિએ દાતાશ્રી પરિવાર તરફથી બાળકોને વિશેષભોજન પીરસાયું.

શાળાના મુખ્ય દાતાશ્રી સ્વ.નાગરદાસ ગુલાબચંદ પટેલની ૪૦મી પુણ્યતિથિએ વિદ્યાર્થીઓએ મહાપ્રસાદ ભોજન પીરસાયું.

શિક્ષણ એ જીવનનો સાચો ખજાનો છે. જે સમાજને, રાષ્ટ્રને પ્રગતિના માર્ગે લઈ જાય છે.:- દાતાશ્રી મનસુખભાઈ પટેલ

ઐતિહાસિક નગરી પાટણમાં આવેલી ખૂબ જ પૌરાણિક એવી શૈક્ષણિક સંસ્થા એટલે ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમ.એન હાઇસ્કૂલ-પ્રાથમિક વિભાગ. આ શાળામાંથી શિક્ષણ મેળવી અસંખ્ય વિદ્યાર્થીઓ આજે ઉચ્ચ સ્થાન શોભાવી રહ્યા છે સમય વિતતા આ શાળાનું મકાન જર્જરિત બનતા ઉત્તર ગુજરાત યુવક મંડળના વર્ષોથી સંચાલન સંભાળી રહેલ અને આ જ શાળામાં અભ્યાસ કરી ચૂકેલ માન.મંત્રીશ્રી મનસુખભાઈ એન. પટેલ સાહેબશ્રી દ્વારા પોતાની શાળાનું ઋણ અદા કરવા નવીન શાળાનું ભવ્ય ભવન બનાવી પોતાના પિતાશ્રી સ્વ. શેઠશ્રી નાગરદાસ ગુલાબચંદ પટેલ નામ આપવામાં આવ્યું. જે શાળા ખાતે આજે સ્વ.શેઠશ્રી નાગરદાસ ગુલાબચંદ પટેલની ૪૦મી પુણ્યતિથિ નિમિત્તે માન.મંત્રીશ્રી મનસુખભાઈ એન. પટેલ સાહેબશ્રી તરફથી શાળાના તમામ બાળકોને ભોજનમાં મહાભોજન પ્રસાદ પીરસવામાં આવ્યું હતું.

પાટણની અમારી આ ઉત્તર ગુજરાત યુવક મંડળ દ્વારા સંચાલિત શેઠશ્રી એન.જી પટેલ પ્રાથમિક શાળાનું શિક્ષણકાર્ય ઉચ્ચસ્તરીય છે અહીં ભણેલા અનેક વિદ્યાર્થીઓ આજે ઉચ્ચપદો પર બિરાજિત થઈ ઉજ્જવળ કારકિર્દી ઘડી ચૂક્યા છે.- મનસુખભાઈ પટેલ

પાટણની શૈક્ષણિક ક્ષેત્રે, રમતગમત ક્ષેત્રે, સાંસ્કૃતિક ક્ષેત્રે અગ્રેસર એવી શેઠશ્રી એન. જી પટેલ પ્રાથમિક શાળામાં સ્વ.શેઠશ્રી નાગરદાસ ગુલાબચંદ પટેલની ૪૦મી પુણ્યતિથિ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ તથા શાળાના મુખ્ય દાતાશ્રી મહાભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શરૂઆત ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પ્રાર્થનાથી કરવામાં આવી. પ્રાર્થના શાળાની દીકરીઓએ અભિનય સાથે પ્રાર્થના રજુ કરવામાં આવી. કાર્યક્રમમાં મહેમાનશ્રીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરી શાળાના મુખ્ય દાતાશ્રી સ્વ. શેઠશ્રી નાગરદાસ ગુલાબચંદ પટેલની પ્રતિમાને દાતાશ્રી પરિવાર દ્વારા કુમકુમ તિલક કરી માલ્યાર્પણ કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને શાળાના આચાર્યશ્રી વસંતભાઈ પટેલ દ્વારા મહેમાનોનું હૃદયપૂર્વક શાબ્દિક અને પુષ્પગુચ્છથી સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શાળાના મુખ્ય દાતાશ્રી પરિવારના સભ્યો અને ઉ.ગુ.યુવક મંડળના મંત્રીશ્રી મનસુખભાઈ. એન પટેલ સાહેબશ્રી, પ્રમુખશ્રી ડૉ. જે. કે પટેલ સાહેબશ્રી, સહમંત્રીશ્રી અશોકભાઈ જી.પટેલ, નગરસેવકશ્રી મનોજભાઈ પટેલ , વહીવટીશ્રી દિનેશભાઈ એસ.પટેલ, ડૉ. ધનરાજભાઈ ઠક્કર, જનકભાઈ જોષી, નયનભાઈ, કારોબારી સભ્યો, શાળાના આચાર્યશ્રી વસંતભાઈ પટેલ તથા શાળાના સર્વ પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here