પાટણમાં 12 ઓક્ટોબરે સર્વાઇકલ, બ્રેસ્ટ કેન્સર જાગૃતિ માટે મેગા વોકાથોન ‘પિંકપરેડ-પાટણ’નું આયોજન…

700 મહિલાઓ દ્વારા રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું…

તજજ્ઞ ડોક્ટરોની ટીમ દ્વારા માહીતી અને માર્ગદર્શન પુરુ પડાશે…

આ બીમારીમાં સર્વાઈ કરી ચૂકેલ બહેનો દ્વારા તેમના અનુભવોના આધારે વિશેષ સાવચેતી અને સારવાર અંગે માર્ગદર્શન પુરુ પડાશે…

આસ્થા કિડની હોસ્પિટલના ડૉ. સુરેશભાઈ ઠક્કર, રોટરી ક્લબ ઓફ પાટણ, પાટણ જિલ્લા પોલીસ, આઇ.એમ.એ. પાટણ અને 100 નચીકેતા ફાઉન્ડેશન પાટણના દ્વારા પાટણ શહેરમાં સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સર પ્રત્યે જાગૃતિ ફેલાવવા તેમજ મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે પ્રથમવાર ‘પિન્ક પરેડ’ (વોકાથોન)નું આયોજન કરવામાં આવ્યું છે. આ મેગા ઇવેન્ટ આગામી રવિવાર, 12મી ઑક્ટોબર, 2025ના રોજ આનંદ સરોવર ખાતે યોજાશે.

વોકાથોન સવારે આનંદ સરોવર ખાતેથી શરૂ થશે અને પાટણ શહેરના લગભગ ત્રણ કિલોમીટર વિસ્તારમાં ફરીને પરત આનંદ સરોવર ખાતે સમાપ્ત થશે. આ ઇવેન્ટ માટે અત્યાર સુધીમાં 700 મહિલાઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. આયોજકો દ્વારા તમામ સહભાગીઓને પિન્ક ટી-શર્ટ અને પિન્ક ટોપીની ભૉ અપાશે જે પહેરીને તેઓ ઈવેન્ટમાં જોડાશે અને જાગૃતિનો સંદેશો ફેલાવશે.

વોકાથોન પૂર્ણ થયા બાદ આનંદ સરોવર ખાતે એક વિશેષ કેન્સર જાગૃતિ સેશનનું આયોજન કરાયું છે. જેમાં જાણીતા તબીબો ડૉ. જયેશ રાવલ, ડૉ. ભાવિન વડોદરિયા, ડૉ. નૈસર્ગીબેન અને ડૉ. નુપુર બેન દ્વારા કેન્સરના નિદાન, સારવાર અને તેનાથી બચવા માટેની મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરવામાં આવશે.

આસ્થા હોસ્પિટલના ડૉ. સુરેશભાઈ ઠક્કર અને રોટરી ક્લબના પ્રમુખ ડૉ. પરિમલ જાનીએ જણાવ્યું હતું કે, પાટણના ઇતિહાસમાં કેન્સરની જાગૃતિ માટે આટલા મોટા પાયે ‘પિન્ક પરેડ’નું આયોજન પ્રથમવાર થવા જઈ રહ્યું છે.

આ કાર્યક્રમમાં ધારપુર હોસ્પિટલના અધ્યક્ષ ડૉ. પારુલબેન શર્મા, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર અને પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર ઉપસ્થિત રહેશે. તમામ નાગરિકોને આ જાગૃતિ અભિયાનમાં જોડાઈને મહિલા સ્વાસ્થ્ય અને સશક્તિકરણના સંદેશને વધુ મજબૂત કરવા વિનંતી કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here