કનૅલ નિતિન જોષી એ આ સિધ્ધિ મેળવી પાટણ સહિત સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવ્યુ છે…

પાટણ તા. 9
પાટણ સરસ્વતી તાલુકાના સરીયદ ગામના વતની અને માં ભોમની રક્ષા કાજે આર્મીમાં ફરજ બજાવતા કર્નલ નીતિન જોશીએ અગાઉ અનેક હેરત અંગેજ કરતબો રજૂ કરી અનેક એવોર્ડ પ્રાપ્ત કરી પાટણ પંથક સહિત સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. ત્યારે નિતીન જોશી વધુ એક વખત ભારતીય થલ સેના ની ગોરખા રેજિમેન્ટ ની તરણ સ્પર્ધાઓમાં ભાગ લઈને અવલ નંબર મેળવી પાટણ સહિત ગુજરાતને ગૌરવ અપાવ્યું હોય તેઓની આ સિદ્ધિ બદલ પાટણ પંથકના નગરજનો સહિત સમગ્ર ગુજરાતના લોકોએ તેઓની આ સિદ્ધિને બિરદાવી શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.
આઇસમેન અને આર્યનમેન ની સાથે સાથે ગુજરાતના મિલખા સિંગ નું વિરુદ્ધ પ્રાપ્ત કરનાર કર્નલ નીતિન જોશી એ તાજેતરમાં યોજાયેલી ભારતીય થલ સેનાની ગોરખા રેજિમેન્ટ ની બેસ્ટ ટોક તરણ સ્પર્ધામાં 161 લાઈન 50 મીટરની અને 8 km અને 50 મીટર નું અંતર સતત 8 કલાક ની જહેમત થી કાપી સ્પર્ધામાં મોખરા નું સ્થાન મેળવી પોતાની આત્મ શકિત ને ઉજાગર કરી બતાવી છે.
કર્નલ નિતીન જોશીની આ સિદ્ધિ બદલ તેઓને અધિકારીઓ દ્વારા પ્રમાણપત્ર અને મેડલ અર્પણ કરી નવાજવામાં આવ્યા છે.
પોતાના આત્મવિશ્વાસ સાથે દરેક સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લઈ પાટણ પંથક સહિત સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવનારા કર્નલ નીતિન જોશી એ આજની યુવા પેઢીને વ્યસન મુક્ત બની સમાજ સેવા અને દેશ સેવાના કાર્યમાં સહભાગી બનવાની સાથે યુવાનોને દેશની રક્ષા કાજે આર્મીમાં જોડાવા અપીલ કરી છે.



