કલબના પરિવારજનોએ માતાજીની ૧૦૮ દીવાની આરતી ઉતારી ટ્રેડિશનલ ડ્રેસમાં રાસ ગરબાની રમઝટ મચાવી…


પાટણ તા. ૯
પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા શરદ પૂર્ણિમા નિમિત્તે શહેરના શાન્તાબા હોલ ખાતે ગરબા મહોત્સવ નું ભક્તિમય માહોલમાં આયોજન કરવામાં આવ્યું હતું.
ગરબા મહોત્સવ ના પ્રારંભ પૂર્વે યુથ કલબના સૌ સભ્યો સહિત ઉપસ્થિત સમાજના આગેવાનોએ માતાજીની સમૂહમાં ૧૦૮ દીવાની આરતી ઉતારી આશિર્વાદ પ્રાપ્ત કયૉ હતાં. ત્યારબાદ ડીજે ના તાલે યુથ કલબના પરિવારજનોએ ટ્રેડિશનલ ડ્રેસ માં રાસ ગરબાની રમઝટ મચાવી જગત જનની જગદંબાની આરાધના કરી હતી.


રાસ ગરબા મા જોડાયેલા સૌ ખેલૈયાઓને ઈનામો ની વણઝાર થી સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી યશપાલ સ્વામી નું પણ પ્રજાપતિ યુથ કલબ દ્રારા ખેસ પહેરાવી સ્વાગત-સન્માન કરી આવકારતા તેઓએ યુથ કલબના સભ્યો નો આભાર વ્યક્ત કરી પરિવારની ભાવના સાથે યુથ કલબ દ્રારા યોજાતા પ્રસંગોની સરાહના કરી હતી.
પાટણ પ્રજાપતિ યુથ કલબ દ્વારા શરદપૂર્ણિમા ના પાવન પર્વના ઉપલક્ષમાં આયોજિત કરાયેલા રાસ ગરબા મહોત્સવ ને સફળ બનાવવા પ્રોજેક્ટ ચેરમેન દશરથભાઈ
પ્રજાપતિ મંડપ વાળા તેમજ યુથ ક્લબના પ્રમુખ વિજયભાઈ પ્રજાપતિ, મંત્રી ભાવેશભાઈ પ્રજાપતિ સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.



