પાટણમાં દોશીવટ બજારમાં આવેલ ભગવતી ટ્રેડર્સના ત્રીજા માળે અચાનક આગ ફાટી નીકળી

ફાયર બ્રિગેડે સમયસર આગ પર કાબૂ મેળવી લેતા મોટી હોનારત ટળી.

આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તંત્ર દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ.

પાટણ શહેરના દોશીવટ બજારમાં આવેલી ‘ભગવતી ટ્રેડર્સ’માં અકસ્માતે આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભગવતી ટ્રેડર્સના બિલ્ડિંગના ત્રીજા માળે અચાનક આગ ભભૂકી ઉઠતાં આસપાસના વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર જવાનોએ ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો, જેના કારણે સમયસર મોટી હોનારત અને જાનમાલનું મોટું નુકસાન અટકી ગયું હતું. હાલ પ્રારંભિક સ્તરે આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ તંત્ર દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here