પાટણ તા. ૨૭
હવામાન વિભાગની આગાહીના પગલે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં શનિવાર રાતથી જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા સર્વત્ર જળબંબકારની સ્થિતિનું નિર્માણ થવા પામ્યો હતો ત્યારે પાટણ શહેરના નવા બસ સ્ટેશનની હાલત દયનીય બની હતી.
પાટણ શહેરના નવા બસ સ્ટેશન માં વરસાદી પાણી ભરાતા મુસાફરો સહિત એસટીના કર્મચારીઓને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો અને બસ સ્ટેશન જાણે કે મીની તળાવમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા દર ચોમાસાએ નવા બસ સ્ટેશન ની હાલત કફોડી બનતી હોવા છતાં એસટી વિભાગના અધિકારીઓ દ્વારા આ બસ સ્ટેશનમાં વરસાદી પાણીના નિકાલ માટેની કોઈપણ પ્રકારની વ્યવસ્થા ઉપલબ્ધ ન બનાવતા લોકોમાં એસટી વિભાગના અધિકારીઓ સામે રોષ જોવા મળ્યો હતો.



