પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બોરસણ ખાતે સ્વસ્થ નારી સશકત પરિવાર અભિયાન અંતર્ગત મેઘાકેમ્પ યોજાયો..

પાટણ તા.૨૦
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બોરસણ ખાતે ગતરોજ સ્વસ્થ નારી સશકત પરિવાર અભિયાન અંતર્ગત અલગ-અલગ તબીબી તજજ્ઞો દ્રારા મેઘા મેડીકલ કેમ્પનું આયોજનકરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં કુલ-૧૬૧ લાભાર્થીઓએ લાભ લઇ પોતાનુ ચેક અપ કરાવ્યું હતું.આ મેડીકલ કેમ્પનું આયોજન તાલુકા હેલ્થ કચેરી,પાટણ દ્રારા કરવામાં આવેલ જેમાં તાલુકા હેલ્થ ઓફિસ પાટણની ટીમ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બોરસણની ટીમ તેમજ, IMA પ્રમુખ પાટણ ડો. સંદીપ પટેલ, ગાયનેક એસોસિએશનના પ્રમુખ ડો.ઉદયભાઇ પટેલ, ડો.
સેલના પ્રમુખ ર્ડા.અંબાલાલ પટેલ ના સહયોગથી ડૉ.મિલિન્દ્ર પટેલ ડેન્ટીસ્ટ, ડૉ.કિશોર ઠકકર ચામડી રોગ નિષ્ણાત,ડૉ.દ્વારકેશ પ્રજાપતિ બાળરોગનિષ્ણાત,ડૉ.આદિત્ય પટેલ સર્જન,ડૉ.પ્રિયા પટેલ સ્ત્રી રોગ નિષ્ણાત,ડૉ.સંજય રાજપૂત ફીજીશીયન, ર્ડા.કિશન સોની કાન, નાક,ગળાના નિષ્ણાત, ડૉ. હાર્દિક પટેલ હાડકાના રોગોના નિષ્ણાત દ્રારા કેમ્પમાં દર્દીઓને તપાસ કરીને જરૂરી દવાઓ નિઃશુલ્ક આપવામાં આવી હતી.
આ મેઘા કેમ્પમાં લેબ. તપાસ ૧૦૨ લાભાર્થીઓની કરવામાં આવેલ તો ૧૦૧ સ્ત્રીઓ તેમજ ૬૦ પુરુષોએ કેમ્પ નો લાભ લીધો હતો.
આ કેમ્પમાં તાલુકા હેલ્થ કચેરી,પાટણનો સ્ટાફ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બોરસણના તમામ સ્ટાફે ઉપસ્થીત રહી કેમ્પ ને સફળ બનાવ્યો હતો.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here