
માતાઓને પોષણ કીટ અને હેલ્થ કીટનું વિતરણ કરવામાં આવ્યું…

એન.આર.સી. ધારપુર ખાતે વર્ષ 2025-2026 નો પોષણ માસ અંતર્ગત “સ્વસ્થ નારી અભિયાન” ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા કક્ષાએથી ન્યુટ્રીશન એસોસીએટ રમીલા રાઠોડ તથા ધારપુર મેડિકલ હોસ્પિટલ માંથી મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો.પારુલ શર્મા, આર.એમ.ઓ. ડો. રમેશભાઈ પ્રજાપતિ, બાળકોના વિભાગના એચ.ઓ.ડી. ડો. નેહા શર્મા, ડી.એન.એસ. સુમન મોર્ય તથા બાળકોના વિભાગના તમામ ડોકટર અને હોસ્પિટલ નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

આયોજિત કાર્યક્રમમાં બાળકોની માતાઓને કુપોષણ નિવારણ, રસીકરણ તથા બાળકોની તંદુરસ્તી માટે ઉપસ્થિત મહાનુભાવો તરફથી માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ બાળકો માટે તેમની માતાઓને પોષણ કીટ અને હેલ્થ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. એન.આર.સી. તરફથી વાનગી પ્રદશન, રંગોળી પ્રદર્શન પોસ્ટર પ્રેઝન્ટેશન કરી પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી.




