પાટણ તા. ૭
આગામી સપ્તાહમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના હોઈ પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર દ્વારા શહેરીજનોને સચેત અને સુરક્ષિત રહેવા અપીલ કરી છે સાથે સાથે પાલિકા પ્રમુખ દ્વારા નગર પાલિકા ના અધિકારીઓ તેમજ કર્મચારીઓને પણ આપતી વ્યવસ્થાપનના ભાગરૂપે કામગીરી કરવાનો લેખિત પરિપત્ર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
હવામાન વિભાગે આગામી સપ્તાહમાં ભારેથી અતિભારે વરસાદ ની આગાહી કરી છે તેને ધ્યાનમાં રાખીને પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર દ્વારા પાલિકા ના સીવીલ એન્જીનીયર મોનીલભાઈ પટેલ, વોટર વર્કસ શાખાના કલાકૅ ભરતભાઈ એસ.મોદી,સેનેટરી ઈન્સ્પેકટર આસમાન કે.પાલ,ઢોર ડબ્બા શાખાના હિમાંશુભાઈ સોલંકી,અને ફાયર ઓફિસર,
સ્નેહલભાઈ મોદીને વરસાદની આગાહી ને તમામ પ્રકારની વ્યવસ્થા સાથે પહોચી વળવા લેખિત મા પરિપત્ર કરી સુચિત કરાયા હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..




