વિશ્વ હાઇપર ટેન્શન દિવસની ઉજવણી અંતર્ગત રણુજ રેલવે સ્ટેશન ખાતે નિશુલ્ક નિદાન કેમ્પ યોજાયો..

રેલવેના કર્મચારીઓ સહિત રેલવે મુસાફરો ની તપાસ કરી જરૂરી દવાઓ આપવામાં આવી…

પાટણ તા.૨૭
વિશ્વ હાઇપર ટેન્શન દિવસ ની ઉજવણી અંતર્ગત આયુષ્યમાન આરોગ્ય મંદિર રણુજ-૧ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રણુજ દ્રારા રણુજ રેલવે સ્ટેશન (જંકશન) ખાતે બ્લડપ્રેશર અને ડાયાબિટીસ નિદાન કેમ્પનું નિશુલ્ક આયોજન સાથે જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્ય દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રણુંજ ના મેડિકલ ઓફિસર ડો મૃગા ગૌસ્વામી, સુપરવાઇઝર જયેશભાઈ પટેલ, ચાંદની પટેલ સીએચઓ અને આશા બહેનોએ ઉપસ્થિત રહી રેલવેના કર્મચારીઓ સહિત 50 થી વધુ મુસાફરોની તપાસ કરી જરૂરી દવાઓ આપી હતી.
આ કેમ્પનો મુખ્ય હેતુ હાઇપર ટેન્શન વિશે લોકોને માહિતગાર કરી જાગૃતતા વધારવાનો હોવાનું નિદાન કેમ્પ ના આયોજકોએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here