વર્ષ 2011-14થી ના યુજીસીના નિયમોનું અને યુનિવર્સીટી ઓડિન્સની અવગણના કરી 10 એડહોક અધ્યાપકો ને PHD ની ગાઈડસીપ આપી હોવાનું સામે આવ્યું …

પાટણ તા.26
પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સીટી અવાર-નવાર વિવાદો મા ઘેરાયેલ રહી છે અહીંયા અનેક વાર યુનિવર્સીટી ની ગેરરીતિઓ સામે આવે છે. ત્યારે વધુ એકવાર યુનિવર્સીટી વિવાદ મા આવી જેમાં પાટણ HNGU ની ઘોર બેદરકારીના કારણે યુનિવર્સીટી મા વર્ષ 2011 થી 2014 ના યુજીસીના નિયમોનું અને યુનિવર્સીટી ઓડિન્સને અવગણના કરી 10 જેટલા એડહોક અધ્યપકો ને PHD ની ગાઈડસીપ આપી હોવાનું સામે આવ્યું છે.
એડહોગ એટલે આ 10 કર્મચારીઓ કરાર આઘારીત તરીકે યુનિવર્સીટી મા હતા જો અધ્યાપક કાયમી હોય તો PHD ની ગાઇડસીપ આપી શકાય તેમ છતાં આ 10 એડહોક અધ્યાપકો માંથી એક પણ કાયમી ન હોવા છતાં ગાઈડશીપ આપી દેવામાં આવી છે.
HNGU ના નિયમ મુજબ ગાઈડસીપ કાયમી અધ્યાપકો ને જ આપી શકાય તેવો યુજીસીના 2022 ના પરિપત્રમાં સ્પષ્ટ છે કે કાયમી અધ્યાપકોને જ ગાઈડસીપ આપી શકાય છે તેમ છતાં યુનિવર્સીટી ના કુલપતિ-રજીસ્ટાર અને એકડેમી શાખના અધિકારીઓએ નિયમોનું ઉલ્લધન કરી એમએસ ડબલ્યું -એમએસસી આઇટી અને ફિઝિકલ વિભાગ,શારીરિક વિભાગ, શિક્ષણ વિભાગના એડહોક અધ્યાપક ને ગાઈડસીપ આપી દેવામા આવતા અત્યાર સુધી જે 60 જેટલા વિદ્યાર્થીઓએ PHD ડિગ્રી મેળવી છે તેમની ડીગ્રી માન્ય રહેશે કે નહીં તે મામલે પણ વિધાર્થીઓ વિમાસણમાં મુકાયા છે.
આ સમગ્ર ઘટના બાબતે યુનિવર્સીટી ના કુલપતી પ્રો. કે.સી.પોરીયાને પૂછતાં આ બાબત મારા ધ્યાને એક રજુઆત ના માધ્યમ થી આવી હતી જેમાં એડહોગ અધ્યાપકો ને ગાઈડસીપ આપી છે જેઓ તમામ છેલ્લા 15 થી 20 વર્ષથી કામ કરે છે ત્યારે જે અધ્યાપકો ને રેકુમેનેશન આપવામાં આવ્યું છે એ જેતે સમયના યુનિવર્સીટી ના નિયમ અનુસાર રેકુમેનેશન આપ્યું હોઈ શકે છે.
ugc ના નિયમ પ્રમાણે જો એવુ હશે કે આપણે phd ના એડહોક લેક્ચરો ને આપડે રેકુમેનેશન આપી શકતા નથી.
આ સમગ્ર બાબતે ઇસી તેમજ બીઓએમ મા લાવી ચર્ચા કરવામાં આવશે અને જો બીઓએમ કહેશે કે ugc ના નિયમ ને ચુસ્ત રીતે પાલન કરવાનું છે તો 10 એડહોક અધ્યાપકો ની ગાઈડસીપ ચાલુ રાખીશું અને બીઓએમ ના પાડશે તો આગામી વર્ષમાં જે PHD ની પરીક્ષા લેવાની છે તેમાં વિદ્યાર્થી ફાળવવા ની શક્યતા નથી જણાતી આ સમગ્ર ઘટના મા અત્યાર સુધી જેટલાં પણ વિદ્યાર્થીઓએ PHD પરીક્ષા આપી ડિગ્રી મેળવી છે તેવોની ડિગ્રી પરત ખેંચી નથી શકાતી જેતે સમયે કોઈ પણ પરિસ્થિતિ મા આ 60 જેટલાં વિદ્યાર્થીઓ ને યુનિવર્સીટીએ રેક્યુમનેસ આપ્યું છે તે પરત નથી ખેંચી શકાતું ત્યારે આ સમગ્ર બાબતે હવે જયારે આગામી ઇસી ની બેઠક યુનિવર્સીટી મા મળશે ત્યારે ગહન ચર્ચા કરી નિર્ણય કરવાની ખાતરી કુલપતી પ્રો.કે.સી.પોરીયાએ જણાવ્યું હતું.
ગેરરીતિ મા પકાયેલ પાટણ યુનિવર્સીટી મા વધુ એકવાર ગેરરીતિ સામે આવતા અનેક સવાલો યુનિવર્સીટી પર ઉઠી રહ્યા છે.
અહેવાલ: યશપાલ સ્વામી




