12 વર્ષ ની નાની ઉંમરમાં આ સિધ્ધી મેળવનાર આ દિકરી ઉત્તર ગુજરાતની સૌથી નાની વયજુથમાં પ્રથમ…


પાટણ તા.26
પાટણ સામવૈદ હોસ્પિટલના સાહસિક અને નિડર સ્વર્ગસ્થ ડો. સુનિલભાઈ પ્રજાપતિ ની બાર વર્ષની સુપુત્રીએ પોતાના સાહસિક પિતાના નકસે કદમ પર અને તેમના ધર્મ પત્નીએ પોતાના સ્વર્ગસ્થ પતિની ઈચ્છા અનુસાર સાહસિકતાના ભાગરૂપે 5346 મીટર તેણે એવરેસ્ટબેઝ કેમ્પ સક્સેસપુર્ણ પર્વતારોહણ કરી બતાવ્યું છે.
ફક્ત 12 વર્ષ ની નાની ઉંમરમાં આ સિધ્ધી મેળવનાર આ દિકરી ઉત્તર ગુજરાતની સૌથી નાની વયજુથમાં પ્રથમ હોવાનું મનાય છે.
સાહસિક અને નીડર સ્વર્ગસ્થ ડોક્ટર સુનિલ પ્રજાપતિની દિકરી મિત્સુ 6 વર્ષ ની નાની ઉંમર થી જ ટ્રેકીંગનો શોખ ધરાવે છે. તેણે 14 મે 2024 માં પણ પીંડારી ગ્લેશીયર સર કર્યું હતું. પાટણની ભગવતી ઇન્ટરનેશનલ સ્કુલની ધો. 7 માં અભ્યાસ કરતી 12 વર્ષની આ દિકરી એ પોતાની માતા વર્ષાબેન પ્રજાપતિ સાથે એવરેસ્ટબેઝ કેમ્પ સક્સેસંપુર્ણ પર્વતારોહણ કરી ઉત્તર ગુજરાત નું નામ ઉજાળ્યું છે.
મિત્સુને આ પ્રેરણા તેના માતા-પિતા દ્વારા મળેલ છે તેઓ છેલ્લા 13 વર્ષથી તે ટ્રેકીંગમાં જોડાયેલ છે તેમણે કેદારકંઠ ચાદર ટ્રેક જે વર્લ્ડનો ટફેસ્ટટ્રેક છે તે પણ કરેલો છે. તેમની માતા એ અત્યાર સુધીમાં 15 જેવા ટ્રેક કરેલા છે.
મિત્સુ ખુબ જ સાહસી છે તેણે આ વર્ષે ખેલમહાકુંભ રાજય કક્ષાએ સ્કેટીંગમાં પાટણ જિલ્લાનું નેતૃત્વ કર્યું છે. તેને સ્પોર્ટ્સ, રાઈર્ડીંગ, ડ્રોઇંગ અને સીગીંગ નો શોખ રહેલા છે તે ભણવામાં પણ ખુબ જ તેજસ્વી છે.
મિત્સુ એવરેસ્ટ બેઝ કેમ્પ માટે તેણે છેલ્લા ત્રણ મહીનાથી ખુબ પ્રેકટીસ કરી હતી તેને માનસિક અને શારીરીક તૈયારીઓ બતાવી હતી.તેણી બહારનો ખોરાક સદંતર બંધ કરીને ઘરનો સાત્વીક આહાર લેતી હતી. તેણે 17500 ફીટ સર કરવા માટે ખબુ પડકારજનક હતું પરંતુ તેની માનસીક તૈયારીઓ મદદરૂપ થઈ કેમ કે જેમ જેમ ઉપર જતા હવા પાતળી થતી જાય છે તેથી ખોરાક લેવામાં તકલીફ પડે અને થાક અને ખુબ જ ઠંડીનો સામનો કરવો પડે તેની સામે તે દૃઢતા પુર્વક 12 દિવસ પસાર કર્યા. મિત્સુ આ ટ્રેક માઉન્ટેટ એન્ડ મુવર્સ ગ્રુપમાંથી કર્યો હોવાનું જણાવ્યું હતું.



