પાટણ સહિત સમગ્ર ગુજરાત ની મનોદિવ્યાંગ સંસ્થામાં અનેક કલ્યાણકારી કાર્યક્રમો ઉજવાશે..
પાટણ તા. ૯
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ,સદજ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટ અને નરેશભાઈ પટેલના મિત્રમંડળ દ્વારા છેલ્લા 25 વર્ષથી શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના જન્મદિવસે દર વર્ષે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને છેલ્લા 25 વર્ષથી ચાલતી આ પરંપરા નરેશભાઈ પટેલ ના સમાજ પ્રત્યેના અવિરત સમર્પણનું પ્રતિક છે.
પરંતુ આ વર્ષે નરેશભાઈ પટેલ ના 60 મા જન્મદિવસની ઉજવણી મનોદિવ્યાંગો અને દિવ્યાંગોના કલ્યાણ માટે કરવામાં આવનાર છે.
તા.11 જુલાઈના રોજ નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ, સદજ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટ અને નરેશભાઈ પટેલ ના મિત્રમંડળ દ્વારા કરવામાં આવનાર સેવા પ્રવૃત્તિ ના ઉપલક્ષ્યમાં પાટણ જિલ્લા ખોડલધામ સમિતિ દ્વારા પાટણ ની બહેરા મૂંગા ની શાળા ના 75 જેટલા બાળકોને બેડ સીટ અને મિષ્ટ નાસ્તાનું વિતરણ કરવામાં આવનાર છે.
તો ગુજરાત માં પણ જેટલા મનોદિવ્યાંગો અને દિવ્યાંગોના આશ્રમો છે તેમાં પણ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ,સદજ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ – રાજકોટ અને નરેશભાઈ પટેલ ના મિત્રમંડળ દ્વારા અનેકવિધ સેવાકીય કાર્યો કરવામાં આવનાર હોવાનું પાટણ સમીપ સંડેર ખાતે નિમૉણ પામનાર શ્રી ખોડલધામ મંદિર સમિતિ પાટણ જિલ્લાના કન્વીનર અને સેવાભાવી,યુવા અગ્રણી દૈવતભાઈ પટેલે જણાવી આ સેવા પ્રવૃતિમાં પાટણ જિલ્લા ખોડલધામ સમિતિના સૌ સભ્યો સહિત નરેશભાઈ પટેલના શુભેચ્છકો ને ઉપસ્થિત રહી સહયોગી બનવા અપીલ કરી છે.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..




