સંયુક્ત કર્મચારી મોરચો કાંકરેજ દ્વારાથરા શ્રી ઓગડ વિદ્યામંદિર ખાતે “નમો કે નામ મેગા રક્ત દાન” કેમ્પ યોજાયો.

કાંકરેજ તાલુકાના થરા શ્રી ઓગડ વિદ્યામંદિર ખાતે “નમો કે નામ રક્તદાન” કેમ્પ યોજાયો. મળતી માહિતી પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૫ મા જન્મ દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લા સંયુકત્ત કર્મચારી મોરચાના નેજા હેઠળના મંડળો, સંઘો આયોજીત અને જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠાના સહયોગથી જિલ્લાના ગરીબ અને જરૂરીયાત મંદ દર્દીઓ જેવા કે વારંવાર બ્લડની જરૂરીયાત ઉભી થાય તેવા સિકલસેલના દર્દીઓ, થેલેસેમીયા હિમોફિલીયા, ઓપરેશનવખતે,સગર્ભા અવસ્થા અને પ્રસુતિ વખતે માતા મૃત્યુદર ઘટાડવાના હેતુસર રાજય સરકારના તથા પંચાયત હસ્તકના તમામ કર્મચારીઓ“ એક કર્મચારી એક રકત્તદાતા’ના સુત્રને સાર્થક કરવા મેગા રકત્ત દાન કેમ્પનું કાંકરેજ તાલુકાના થરા ખાતે શ્રી ઓગડ વિદ્યામંદિર થરા ખાતે સંયુકત્ત કર્મચારી મોરચા કાંકરેજ તાલુકા દ્વારા આયોજન કરવામાં આવેલ જેમાં જુદી જુદી સંસ્થાઓ અને મંડળો સાથે સંકળાયેલા કર્મચારીઓ જેવા કે જિલ્લા બનાસકાંઠા જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચો દ્વારા આયોજિત “નમો કે નામ રક્તદાન” નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાંકરેજ તાલુકાના પ્રાથમિક. માધ્ય ઉચ્ચ માં. વિ હાઇસ્કુલ. આરોગ્ય. તલાટી અને તમામ સંઘો સંયુક્ત મોરચો દ્વારા કાંકરેજ તાલુકાના થરા ખાતે આવેલ શ્રી ઓગડ વિદ્યામંદિર થરા ખાતે પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા.મામલતદાર વી.એમ. પટેલ થરા માર્કેટ યાર્ડના ચેરમેન ઈશ્વર ભાઈ પટેલ.વાઈસ ચેરમેન કિરીટ ભાઈ ઠક્કર ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ડિરેક્ટર બાબુભાઈ પટેલ.ઝેણુંભા વાઘેલા,બકુભા વાઘેલા, દિનેશભાઈ ઠક્કર.હંસપુરી ગૌસ્વામી કાંતિભાઈ રાયગોર અશોકભાઈ વાલાણી તેમજ દશરથજી ઠાકોર.બિન્દુબા ઝાલા.જયરામભાઈ જોષી, પ્રધાનજી રાઠોડ,હરેશભાઈ ચૌધરી. જયંતિભાઈ પટેલ ખોડા અને રક્તદાન કેમ્પમાં બ્લડ ડોનેટ કરનાર મહિલા અને પુરુષોને પાણીની બોટલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં ઉપસ્થિત મહેમાનો અને પત્રકાર મિત્રોનું પુષ્પ ગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું અને રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો અને માત્ર અગિયાર વાગ્યા સુધીમાં ૪૫૦ જેટલી બલ્ડની બોટલો એકઠી થઈ ગઈ હતી .ઓપરેશન સિંદૂરની સફળતા અને નમો કે નામ રક્તદાન નો આ કાર્યક્રમ ગ્રીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવે તો નવાઈ નહિ જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સમગ્ર કાર્યક્રમ નું સંચાલન પ્રહલાદભાઈ જોષી દ્વારા કરવામાં આવ્યું હતું.

યશપાલસિંહ ટી વાઘેલા થરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here