ચાણસ્મા | તા. 20 સપ્ટેમ્બર, 2026
અંબાજી તરફ પગપાળા જતા યાત્રિકોની સેવા માટે છેલ્લા સાત વર્ષથી ધોરી ગામ પાટીયા પાસે પત્રકાર જનસેવા ટ્રસ્ટ દ્વારા મેડિકલ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે પણ યાત્રિકોને તબીબી સારવાર અને જરૂરી આરોગ્ય સેવાઓ મળી રહે તે હેતુથી સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો.

કેમ્પના પ્રારંભ પ્રસંગે ચાણસ્માના ભામાશા મહેન્દ્રભાઈ અમથાભાઈ દેસાઈ ના હસ્તે રિબન કાપીને તથા માતાજીની આરતી ઉતારી કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો, ટ્રસ્ટના સભ્યો તથા સેવાભાવી કાર્યકરોએ યાત્રિકોની સેવા માટેની કામગીરીનો પ્રારંભ કર્યો હતો.

અંબાજી યાત્રા દરમિયાન પગપાળા જતા યાત્રિકોને થાક, પગમાં દુખાવો, સામાન્ય ઈજા સહિતની તકલીફોમાં તાત્કાલિક તબીબી માર્ગદર્શન અને સારવાર મળી રહે તે માટે કેમ્પમાં સેવાભાવી કાર્યકરો દ્વારા સેવા આપવામાં આવી રહી છે.
પત્રકાર જનસેવા ટ્રસ્ટ દ્વારા સતત સાત વર્ષથી યાત્રિકોની સેવા માટે કરવામાં આવતી આ કામગીરીને સ્થાનિક સ્તરે સેવા અને માનવતાના કાર્ય તરીકે આવકારવામાં આવી રહી છે.
પત્રકાર જનસેવા ટ્રસ્ટે તમામ દાતાઓનો ખુબ ખુબ આભાર માન્યો હતો
અહેવાલ કમલેશ પટેલ સાથે જયકિશન પટેલ પાટણ




