૫૦થી વધુ શ્રદ્ધાળુઓ માં અંબાના ધામ તરફ કરશે પ્રયાણ.

છ દિવસીય પદયાત્રાનું ભવ્ય આયોજન

મંડળ દ્વારા પદયાત્રીઓ માટે ઉત્તમ ભોજન, રહેવા અને તબીબી સુવિધાઓ સાથેનું આયોજન…

વાત કરીએ ગુજરાતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાથી સમૃદ્ધ એવા પાટણ શહેરની, જ્યાં ભક્તિ અને ઉત્સાહનો એક અનોખો સંગમ જોવા મળી રહ્યો છે! પાટણની ગૌરવશાળી પરંપરાને જીવંત રાખતું પાટણ શહેરના જળચોક યુવક મિત્ર મંડળ દ્રારા પગપાળા યાત્રા સંધી 27 માં વર્ષમાં પ્રવેશ સાથે આજે આખા પાટણ શહેરમાં આસ્થા અને ઉમંગનો માહોલ સર્જી દીધો હતો.
પાટણ શહેર ના ઐતિહાસિક જળચોક વિસ્તારના યુવક મંડળ દ્વારા છેલ્લા ૨૬ વર્ષથી અવિરત રીતે ચાલતી પવિત્ર અંબાજી પદયાત્રા આ વર્ષે ખૂબ જ ઉત્સાહ સાથે ૨૭મા વર્ષમાં પ્રવેશી રહી છે. આ પાવન અવસરે ૫૦ કરતા પણ વધુ શ્રદ્ધાળુઓ અખૂટ આસ્થા અને શ્રદ્ધા સાથે માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવવા પદયાત્રાએ નીકળી રહ્યા છે.
કાર્યક્રમની રૂપરેખાની વાત કરીએ તો, સાંજે માતાજીની પ્રક્ષાલન વિધિ સંપન્ન થઈ હતી. ત્યારબાદ, રાત્રે ૦૮:૧૫ કલાકે પ્રસ્થાન આરતી યોજાઈ અને રાત્રે ૦૯:૧૫ કલાકે પાટણ શહેર ના જળચોકથી રથે ધામધૂમથી પ્રસ્થાન કર્યું હતું આ રથ પાટણ શેરના નવાગંજ બજાર થઈને તારીખ ૨૧/૦૯/૨૦૨૬ના રોજ સવારે ૬:૦૦ કલાકે અંબાજી તરફ ભવ્ય પ્રયાણ કરશે.
આ ભવ્ય ૬ દિવસીય પદયાત્રા પૂરી શ્રદ્ધા અને દિવ્ય માહોલ સાથે આગળ વધશે, અને તારીખ ૨૬/૦૯/૨૦૨૬ના રોજ અંબાજી ખાતે ધ્વજારોહણ અને મહાઆરતી સાથે આ પદયાત્રાની પૂર્ણાહુતિ થશે. વિશેષ વાત એ છે કે, આ તમામ શ્રદ્ધાળુઓ માટે યાત્રા દરમિયાન મંડળ દ્વારા ઉત્તમ પ્રકારની ભોજન, રહેવાની વ્યવસ્થા તેમજ તબીબી (મેડિકલ) સુવિધાઓ જળચોક યુવક મંડળ દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે, જે માનવસેવા અને ભક્તિનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
મા અંબાની કૃપા અને યુવક મંડળની ભક્તિ અને સેવાની આ અનોખી યાત્રા નિર્વિઘ્ને પાર પડે તેવી માં અંબાના ચરણોમાં પ્રાર્થના.




