
શોભાયાત્રામાં ભગવાન પરશુરામજીના રથ સાથે અનેક ઝાંખીઓ જોડાઈ.

શોભાયાત્રા ના માર્ગ પર પાટણ શહેરની વિવિધ સેવાકીય સંસ્થાઓના સેવા કેમ્પોની સેવા સરાહનીય બની…


પાટણ તા.૨૯
પાટણ જગન્નાથ મંદિર પરિસર ખાતે ભગવાન શ્રી પરશુરામજી ની ૫૪ મી રથયાત્રા મંગળવારે સવારે પુજા-પાઠ અને મહાઆરતી સાથે સનાતન ધર્મ ના જય જય કાર વચ્ચે ભક્તિ સંગીતના સૂરો વચ્ચે પ્રસ્થાન પામી શહેરના વિવિધ માર્ગો પર પરિભ્રમણ કરી નિજ મંદિર નિજ સમયે સંપન્ન બની હતી.
ભગવાન પરશુરામજી ની શોભાયાત્રા પૂર્વ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓમાં મૃત્યુ પામેલા મૃતકોના આત્માની શાંતિ અર્થે બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધા સુમન સમર્પિત કર્યા હતા.
ત્યારબાદ ભગવાન પરશુરામજી ની શોભાયાત્રા ની આરતી ની ઉછામણી બોલવામાં આવતાં રૂ.૧૨૧૧૧ ની બોલી પાટણના જાણીતા તબીબ ડો.કેતુલ વિનોદભાઈ જોષી પરિવારે બોલી લહાવો લીધો હતો.
પાટણ નાં ધારાસભ્ય ડો.કિરીટ પટેલ, બ્રહ્માકુમારી નીતા દીદી સહિતના મહાનુભાવો એ રથનું ભગવાન શ્રી પરશુરામજી ના જય જય કાર વચ્ચે પ્રસ્થાન કરાવ્યું હતું.
ભગવાન પરશુરામજી ની શોભા યાત્રામા ભગવાન પરશુરામજી ના રથ ની સાથે સાથે અન્ય દેવી દેવતાઓના રથ સહિત અન્ય ઝાંખીઓ જોડાઈ હતી. રથયાત્રા ના માગૅ પર શહેરની વિવિધ સેવાકીય સંસ્થાઓના સેવા કેમ્પોની સેવા સરાહનીય બની રહી હતી.
સવારે ૮-૪૫ કલાકે મંદિર પરિસર ખાતે થી પ્રસ્થાન પામેલ શોભાયાત્રા બપોરે ૧૧-૩૯ કલાકે નિજ મંદિરે પરત ફરતા શોભાયાત્રા ના સમાપનની આરતી માટે ની ઉછામણી બોલવામાં આવી હતી જે આરતી રૂ.૫૦૦૧ માં નંદુભાઈ રાવલ ઉર્ફે જય ગુરૂદેવ પરિવારે પ્રાપ્ત કરી હતી.
ભગવાન શ્રી પરશુરામજી ની ૫૪ મી શોભાયાત્રા ને સફળ બનાવવા શ્રી પરશુરામ રથયાત્રા સમિતિ, શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પાટણ જિલ્લા દ્વારા જહેમત ઉઠાવી હતી.
પાટણ જગન્નાથ મંદિર પરિસર ખાતેથી નીકળેલી ભગવાન પરશુરામજી ની શોભાયાત્રા માં અઢારે વર્ણના લોકોએ જોડાય ભગવાન શ્રી પરશુરામજી ના દશૅન -પ્રસાદ નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.



