પાટણ:
સાંતલપુર પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૦૬માં નોંધાયેલા પ્રોહિબિશન ગુના રજિસ્ટર નંબર ૩૨/૨૦૦૬ (પ્રોહિબિશન કલમ ૬૫(એ)(ઇ), ૬૬(બી), ૬૭(સી), ૧૧૬(બી), ૮૧)ના કેસમાં છેલ્લા ૨૦ વર્ષથી નાસતા-ફરતા વોન્ટેડ આરોપી ચૌધરી દિનેશકુમાર ડુંગરરામ (રહે. ભુરટીયા, તા.જી. બાડમેર, રાજસ્થાન)ને પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે। બનાસકાંઠા રેન્જ આઈજીપી પરિક્ષીતા રાઠોડ તથા પાટણ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા જિલ્લાના પોલીસ મથકોના ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ સુચના અન્વયે એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પાટણ ટાઉનમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન તાબાના માણસોને મળેલી ચોક્કસ ખાનગી બાતમીના આધારે ઊંઝા ત્રણ રસ્તા ખાતેથી આ આરોપીને કોર્ડન કરી BNSS કલમ ૩૫(૧) મુજબ અટકાયત કરવામાં આવી હતી અને આગળની કાર્યવાહી માટે તેને પાટણ શહેર ‘બી’ ડિવિઝન પોલીસ મથકે સોંપવા તજવીજ હાથ ધરાઈ છે। ઝડપાયેલા આ આરોપી સામે રાજસ્થાન રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનોમાં અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે, જેમાં બાયતુ પોલીસ સ્ટેશનમાં સી.આર. નં. ૪૫/૨૦૦૩ મુજબ આબકારી અધિનિયમ કલમ ૧૯/૫૪, ભદેસર પોલીસ સ્ટેશનમાં સી.આર. નં. ૧૩૨/૨૦૦૫ મુજબ એન.ડી.પી.એસ. એક્ટ કલમ ૮/૧૫, આર્મ્સ એક્ટ કલમ ૩/૨૫ તથા આઈ.પી.સી. કલમ ૨૭૯, ૩૩૬, ૪૨૦, ૪૬૭, ૪૬૮, ૪૭૧, બાયતુ પોલીસ સ્ટેશનમાં સી.આર. નં. ૦૩/૨૦૦૮ મુજબ એન.ડી.પી.એસ. એક્ટ કલમ ૮/૧૫, બલોત્રા પોલીસ સ્ટેશનમાં સી.આર. નં. ૩૨/૨૦૦૮ મુજબ એન.ડી.પી.એસ. એક્ટ કલમ ૮/૨૫, ૨૯, સદર પાલી પોલીસ સ્ટેશનમાં સી.આર. નં. ૫૬/૨૦૦૮ મુજબ એન.ડી.પી.એસ. એક્ટ કલમ ૮/૧૫, ૨૯, ચારભુજા પોલીસ સ્ટેશનમાં સી.આર. નં. ૧૩૨/૨૦૦૮ મુજબ આર્મ્સ એક્ટ કલમ ૩/૨૫ તથા ઇ.પી.કો. કલમ ૪૮૨, ૪૧૯, ૧૭૭, ગીડા પોલીસ સ્ટેશનમાં સી.આર. નં. ૬૯/૨૦૧૦, સદર બાડમેર પોલીસ સ્ટેશનમાં સી.આર. નં. ૨૫૭/૨૦૦૯ મુજબ આબકારી અધિનિયમ કલમ ૧૪, ૧૯/૫૪, સદર બાડમેર પોલીસ સ્ટેશનમાં સી.આર. નં. ૨૬૮/૨૦૦૯ મુજબ ઇ.પી.કો. કલમ ૧૪૭, ૧૪૮, ૪૫૯, ૩૬૫, ૩૨૩, ૩૨૫, ૩૭૯, ૩૦૮, સદર બાડમેર પોલીસ સ્ટેશનમાં સી.આર. નં. ૧૬૬/૨૦૧૦ મુજબ ઇ.પી.કો. કલમ ૩૦૭, ૪૫૦, ૪૫૨, ૩૨૭, ૩૨૪ તથા આર્મ્સ એક્ટ કલમ ૨/૨૫, ૨૭ અને સદર બાડમેર પોલીસ સ્ટેશનમાં જ સી.આર. નં. ૧૭૦/૨૦૧૫ મુજબ આર્મ્સ એક્ટ કલમ ૩/૨૫, ૭/૨૫ હેઠળના ગુનાઓનો સમાવેશ થાય છે। આ સમગ્ર સફળ કામગીરી એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. સોલંકી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.બી. સોલંકી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.વી. ચૌધરી, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર લાલાભાઇ ચેહાભાઇ, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર વિપુલકુમાર ખોડાભાઇ, અનાર્મ હેડ કોન્સ્ટેબલ વનરાજસિંહ રાણાજી તથા આર્મ પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ જેસંગજી દ્વારા પાર પાડવામાં આવી હતી…




