

પાટણ તા. ૯
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ત્રણ દિવસથી પવન સાથે ભારે વરસાદ નોંધાયો છે. ખાસ કરીને વરસાદને કારણે ગામડાઓમાં પાણી ભરાવા સાથે નાગરિકો મુશ્કેલીમાં મુકાયા હતા. જે અંતર્ગત પાટણ જિલ્લા કલેકટર તુષારભટ્ટ, જિલ્લાવિકાસ અધિકારી સી.એલ.પટેલ, SDRFની ટીમ સહિત જિલ્લા વહીવટી તંત્રની ટીમ દ્વારા રાહતની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી છે. ઉપરાંત ભારે વરસાદના કારણે ખાસ કરીને સાંતલપુર તાલુકાના વૌવા ગામે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા SDRF ની ટીમ દ્વારા જ ૨૭ લોકોનું રેસક્યું કરી સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.




