પાટણ તા. ૧૭
સિદ્ધપુર માં રેલવે માલ ગોડાઉનમાં ગવર્મેન્ટ રાસાયણિક ખાતરના પરિવહનનો વ્યવસાય કરતાં વેપારી મિહિર કુમાર અજીત કુમાર ત્રિવેદી ગોડાઉનના પ્લેટફોર્મ ઉપર ઊભા હતા જે સમયે એક રિક્ષામાં સિદ્ધપુરનો હિતેશજી ચંદુજી ઠાકોર અને એક અજાણ્યો શખ્સ યુરિયા ખાતર ની થેલીઓ પ્લેટફોર્મ ઉપરથી લઈ રિક્ષામાં મુકતા હતા. ત્યારે મિહિરભાઈ ને તેમની ઉપર ચોરીની શંકા જતાં તેમણે રિક્ષામાં ભરેલી ત્રણ થેલીઓ પ્લેટફોર્મ ઉપર પાછી મુકાવી હતી.જે સમયે બંને તેમને ધમકી આપી જતા રહ્યા હતા બાદમાં મિહિરભાઈ અને તેમના મોટાભાઈ અંકુરભાઈ ત્રિવેદી રૂ. ચાર લાખ લઈ ગાડી માં રાત્રે 8:45 વાગે પ્લેટફોર્મની બહાર નીકળતા હતા તે વખતે ખૂણા પર છ શખ્સો ઊભા હતા તેમને ગાડી ઉભી રાખવાનો ઈશારો કરતા ગાડી ઉભી રાખી નીચે ઉતર્યા હતા.
હિતેશજી એ રિક્ષામાં ભરેલ ખાતરની થેલી કેમ ઉતરાવી હતી તેમ કહીં મિહિરભાઈ સાથે બોલાચાલી કરી ઝપાઝપી કરી હતી.અંકુરભાઈ આ લોકોને સમજાવતાં હતા ત્યારે મિહિરભાઈ પર યુવરાજ ઉર્ફે મોન્ટુ એ લોખંડની પાઇપ થી હુમલો કર્યો હતો જ્યારે દિલીપજી ઉર્ફે ટેટી એ પથ્થર માર્યો હતો. બીજા શખ્સો એ તેમને ગડદા પાટુથી મારપીટ કરી હતી. યુવરાજ અને દિલીપજી બંને જણા ગાડી માંથી ચાર લાખ ભરેલી બેગ કાઢવા નો પ્રયત્ન કરી રહ્યા હતા
તે વખતે અંકુરભાઈ ત્યાં પહોંચી જઈ બેગ તેમની પાસે લઈ લીધી હતી. તેમણે બૂમાબૂમ કરતા આજુબાજુ માંથી બીજા લોકો આવી ગયા હતા ત્યારે આરોપીઓ નાસી ગયા હતા.
મિહિરભાઈ ને અર્ધ બેભાન અવસ્થામાં સાર વાર માટે ગોકુલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા તેમને માથામાં સામાન્ય હેમરેજ થયું હતું ઘટના અંગે સિદ્ધપુર પોલીસમાં મથકે તેમણે હિતેશજી ચંદુજી ઠાકોર, યુવરાજ ઉર્ફે મોન્ટુ દેવેન્દ્રજી ઠાકોર,જયેશજી દેવે
ન્દ્રજી ઠાકોર, દિલીપજી ભુપતજી ઠાકોર અને બીજા અજાણ્યા બે શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.



