લાંચખોર  ઇજનેર રંગેહાથ ઝડપાયોસમી ખાતે UGVCLની કચેરીમાં એસીબીનું છટકું સફળ

પાટણ જિલ્લાના સમી વિસ્તારમાં આવેલ UGVCLની કચેરીમાં આજે (16 નવેમ્બર, 2025) એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)એ ગોઠવેલા છટકામાં જુનિયર એન્જિનિયર એક લાંચ લેતાં ઝડપાયો હતો. પાટણ ACBની ટીમે જુનિયર એન્જિનિયર ચિંતન કુમાર શૈલેષભાઈ પટેલને રૂ. 50,000ની લાંચ સ્વીકારતા રંગેહાથ પકડી પાડ્યો હતો.

માહિતી અનુસાર, આરોપી ચિંતન પટેલ – જે વર્ગ-2ના અધિકારી છે અને વડોદરાના સાનિધ્ય પાર્ક, વાઘોડિયા રોડના રહેવાસી છે – તેમણે એક નાગરિકના ખેતરમાં વીજ જોડાણ મંજૂર કરવા બદલ રૂપિયા 50,000ની ગેરકાયદેસર માંગણી કરી હતી. લાંચ આપવા અનિચ્છુક ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતાં કાર્યવાહીનો પ્રારંભ થયો હતો.

ફરિયાદના આધારે એસીબીએ સમી સ્થિત UGVCL ઓફિસમાં ટ્રેપ ગોઠવ્યો હતો. છટકા દરમ્યાન આરોપીએ ફરિયાદી પાસેથી માગેલ લાંચની રકમ સ્વીકારી લેતાં જ એસીબી ટીમે તેને તુરંત કાબૂમાં લઈ લીધો હતો. આ કામગીરી પીઆઈ એમ.જે. ચૌધરી અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક અંજામ આપવામાં આવી હતી.

એસીબીએ આરોપી અધિકારીને ડીટેઈન કરીને તેની સામે વધુ કાયદેસરની પ્રક્રિયા આરંભી દીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here