પાટણ જિલ્લાના અધિકારીઓને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને શિક્ષકો દ્વારા BLO ની મુશ્કેલીઓ બાબતે રજુઆત કરાઈ..

બીએલઓ ની ધરપકડ વોરંટ પ્રથા રદ કરવા અંગેની રજૂઆત સાથે આવેદનપત્ર સુપ્રત કરાયુ..

પાટણ તા. ૧૬
પાટણ સહિત સમગ્ર જિલ્લામાં પ્રાંત અધિકારીની કચેરીમાં હાલમાં ચુંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા ઝુંબેશ કાર્યક્રમમાં BLO તરીકે શિક્ષકોને જવાબદારી સોંપતા તેઓ દ્વારા કરાતી કામગીરી દરમિયાન પડતી અડચણો અને ધરપકડ વોરંટ પ્રથા રદ કરવા માટે શનિવારના રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહામહાસંઘ દ્વારા BLO (બી એલ ઓ ) તથા સુપરવાઇઝરની SIR ની કામગીરીમાં પડતી મુશ્કેલીઓ બાબતે તથા તેના સૂચનો અનુસંધાને પાટણ નિવાસી કલેકટર બોડાણા અને પાટણ પ્રાંત અધિકારી સહિત ચૂંટણી અધિકારી ની રૂબરૂ મુલાકાત લઈ અને તેઓને અખિલ ભારતીય શૈક્ષણિક મહાસંઘ ના પ્રાંત ના હોદ્દેદાર ડો.રૂપેશભાઈ ભાટીયા ઉચ્ચ માધ્યમિક આચાર્ય સંવર્ગ,પ્રાંત મહિલા મંત્રી ડો. હેમાંગી
બેન પટેલ,મહાસંઘ ના ઉત્તર સંભાગના સંગઠન મંત્રી બાબુભાઈ દેસાઈ, ઉચ્ચ માધ્યમિક જિલ્લાના અધ્યક્ષ પસાભાઈ દેસાઈ,જિલ્લાના અધ્યક્ષ શૈલેષભાઈ પટેલ,માધ્યમિક સંવર્ગના જિલ્લા મંત્રી રાજ મહારાજા,જિલ્લા સહ સંગઠન મંત્રી રસિક
ભાઈ, જિલ્લાના મહિલા ઉપાધ્યક્ષ ચાંદનીબેન દિનેશભાઈ દેસાઈ, રાજ્ય પ્રતિનિધિ કલ્પેશભાઈ પટેલ તથા બીએલઓ શિક્ષકોએ રૂબરૂ મળીને પોતાની વેદના વ્યક્ત કરી પડતી મુશ્કેલીઓ બાબતે ખૂબ સઘન ચર્ચા કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
પાટણ ખાતે અખિલ ભારત રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ અપાયેલા આવેદનપત્રમાં રજુઆત કરી છે કે ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા મતદાર યાદીની ખાસ
સુધારણા ઝુંબેશ SIR દરમિયાન સુપરવાઈઝરના માર્ગદર્શન હેઠળ બુથ લેવલે BLO દ્વારા ડોર ટુ ડોર ફોર્મ ભરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે જે કામ શિક્ષકોને આપવામાં આવ્યું છે જે ખરેખર કઠિન કામ છે અને સમય માંગી લે તેવું અને માનસિક તાણ ઊભું કરનાર છે જેમાં કોઈ કારણસર શિક્ષક વ્યક્તિગત અથવા સામાજિક રીતે હાજર ન રહી શકે તો તેની સામે ધરપકડ વોરંટ જારી કરવાની પ્રથા ખૂબ જ દુ:ખદ અને અપમાનજનક છે.જેને રદ કરવામાં આવે તે સહિતની કામગીરી દરમિયાન શિક્ષકોને પડતી અનેક મુશ્કેલીઓનો આવેદનપત્રમાં ઉલ્લેખ કરીને પાટણ જિલ્લાના અધિકારીઓને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને શિક્ષકો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here