ડૉ. જય ધ્રુવ ની ઇન્ડિયન કાઉન્સિલ ફોર ટેકનિકલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ મા મેનેજમેન્ટ કાઉન્સિલમાં નિયુક્તિ.

રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું ગૌરવ : પાટણના પ્રતિભાશાળી શિક્ષણવિદ્ હવે દેશની અગ્રણી સંશોધન સંસ્થાના નિર્ણય પ્રક્રિયામાં જોડાશે

શિક્ષણ, સંશોધન અને નવીનતાના ક્ષેત્રે ગુજરાત માટે ગૌરવની વધુ એક સિદ્ધિરૂપે શિક્ષણવિદ્, સંશોધક અને ઇનોવેટર ડૉ. જય ધ્રુવ ની ઇન્ડિયન કાઉન્સિલ ફોર ટેકનિકલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (ICTRD) ની પ્રતિષ્ઠિત મેનેજમેન્ટ કાઉન્સિલ માં M P નિમણૂક કરવામાં આવી છે.

ICTRD એ દેશની અગ્રણી રાષ્ટ્રીય સંસ્થા છે, જે ટેકનિકલ શિક્ષણ, વૈજ્ઞાનિક સંશોધન, નવીનતા, કૌશલ્ય વિકાસ, ઉદ્યોગ-શૈક્ષણિક સહયોગ અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે કાર્યરત છે. સંસ્થા સમગ્ર દેશમાં સંશોધન સંસ્કૃતિના વિકાસ, યુવા સંશોધકોના માર્ગદર્શન તથા જ્ઞાન આધારિત રાષ્ટ્ર નિર્માણ માટે મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.

ડૉ. જય ધ્રુવ છેલ્લા ઘણા વર્ષોથી શિક્ષણક્ષેત્રે ગુણવત્તા સુધારણા, સંસ્થાકીય વિકાસ, સંશોધન પ્રોત્સાહન, યુવા નેતૃત્વ વિકાસ તથા નવીન શૈક્ષણિક પહેલો માટે સતત કાર્યરત રહ્યા છે. તેમના આ બહુમૂલ્ય યોગદાનને માન્યતા આપતા ICTRD દ્વારા તેમને આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય જવાબદારી સોંપવામાં આવી છે.

તેમની આ નિમણૂક માત્ર વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ પાટણ , ગુજરાત રાજ્ય તથા સમગ્ર શિક્ષણજગત માટે ગૌરવની ક્ષણ છે. તેમના અનુભવ, દ્રષ્ટિકોણ અને નેતૃત્વનો લાભ હવે રાષ્ટ્રીય સ્તરે ટેકનિકલ શિક્ષણ અને સંશોધન ક્ષેત્રને મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. ડૉ. જય ધ્રુવની આ સિદ્ધિ ગુજરાતના શિક્ષણજગત માટે પ્રેરણાદાયી બની રહી છે અને રાજ્યની શૈક્ષણિક પ્રતિભાને રાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ અપાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here