પાટણ જિલ્લામાં “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત સરસ્વતી પોલીસ સ્ટેશન દ્વારા ગુમ થયેલ મોબાઇલ ફોન શોધી તેમના મૂળમાલિક ને પરત કરવાની નોંધપાત્ર કામગીરી હાથ ધરાઈ છે.
પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા (સરહદી રેન્જ, કચ્છ-ભુજ), જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયી (પાટણ) તથા નાયબ પોલીસ અધિક્ષક કે.કે. પંડ્યા (સિદ્ધપુર વિભાગ)ના માર્ગદર્શન હેઠળ સરસ્વતી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.ડી. ચૌધરીના નેતૃત્વમાં ટીમે CEIR પોર્ટલનો ઉપયોગ કરી કુલ 5 મોબાઇલ ફોન, કિંમત રૂ. 72,000 જેટલા, સફળતાપૂર્વક શોધી કાઢ્યા છે.
વિસ્તારમાંથી મળેલ ગુમ થયેલ મોબાઇલની અરજીઓના આધારે CEIR પોર્ટલમાં એન્ટ્રી કરી સતત મોનીટરીંગ રાખવામાં આવ્યું હતું. આ ટેકનોલજી આધારિત કામગીરીથી મોબાઇલ લોકેશન ટ્રેસ થતાં બધા ફોન રીકવર કરી તેમના હકદાર માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા. પોલીસની આ કામગીરીને સ્થાનિક સ્તરે પ્રશંસા મળી છે.
ઉપરોક્ત કામગીરીમાં ડી.ડી. ચૌઘરી – પોલીસ ઈન્સ્પેક્ટર, સરસ્વતી પોલીસ સ્ટેશન, અ.હેડ.કોન્સ. નરેંદ્રભાઈ સેમાભાઈ, પો.કો. અનીલભાઈ જોરાભાઈએ કામગીરી બજાવી હતી તેમજ ટેકનિકલ કામગીરી પો.કો. વિક્રમભાઈ અંબારામભાઈ દ્વારા કરાઈ હતી
સરસ્વતી પોલીસે આ કામગીરી દ્વારા ટેકનોલજીનો સકારાત્મક ઉપયોગ કરી જનસેવા માટેના પ્રયત્નોનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે.



