પાટણ :
ધારપુર સ્થિત G.M.E.R.S. હોસ્પિટલમાં આયુષ્માન ભારત યોજનાના અંતર્ગત એક ગરીબ દર્દીની સ્પાઇનલ સ્કોલિયોસિસ (રીઢની વાંકી પડવાની ગંભીર બીમારી)ની જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી છે તેઓ સ્પાઇનલ ડિફોર્મીટી- સ્કોલિઓસીસ નામ ની મણકા ની બિમારી થી છેલ્લા પાંચ-સાત વર્ષથી કમરના વાંકા મણકાના લીધે પીડાતા હતા.

મહેરાજી ભરતજી ઠાકોર, ગામ-કમલીવાડા, તાલુકો-પાટણ, જિલ્લો-પાટણના રહેવાસી છે જેઓ પાઇનલ ડિફોર્મીટી- સ્કોલિઓસીસ નામ ની મણકા ની બિમારી થી લાંબા છેલ્લા પાંચ-સાત વર્ષથી કમરના વાંકા મણકાના લીધે પીડાતા હતા. જેની સારવાર માટે તેમણે પાટણ મહેસાણાના પ્રાઇવેટ દવાખાનામાં પ્રયાસ કર્યા હતા પણ ત્યાં તેમને પાંચ થી છ લાખ નો ખર્ચો બતાવવામા આવ્યો હતો, પછી તેઓ ધારપુર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવ્યા, ત્યાં સંપૂર્ણ તબીબી તપાસ કરાવ્યા બાદ દર્દીના ઓપેરશનનો નિર્ણય લેવામાં આવ્યો, જે ઓપરેશન તા: ૨૦/૧૧/૨૦૨૫ ના રોજ ધારપુર હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક વિભાગ દ્વારા ૬ કલાકની મહેનત પછી સફળતાપૂર્વક કરવામાં આવ્યું. આ ઓપેરશન આયુષ્માન યોજના અંતર્ગત તદ્દન ફ્રી(મફત) મા કરવામાં આવ્યું છે .ત્યારબાદ ઓપરશન પછી દર્દીને સંપૂર્ણ રિકવરી આવેલ છે અને થોડા જ દિવસ મા હરતા-ફરતાં થઈ ગયેલ છે. આ દર્દી અને સગાઓ એ હોસ્પિટલ નો અને ડોક્ટર્સ નો આભર માન્યો હતો.




