નોરતા ખાતે ગુજરાતનું સૌથી મોટું મહાકાલી વૃક્ષોનું વન માતૃશ્રી વિરબાઈ માં સ્મૃતિવન ખુલ્લું મુકવામાં આવ્યું

પાટણ તાલુકાના નોરતા ગામની સીમમાં આવેલ મોટા ઓક્સિજન પ્લાન ખાતે જલારામ બાપાની રજત જયંતિ મહોત્સવ 225 મી જન્મજયંતિ નિમિતે માતૃશ્રી વિરબાઈ માં સ્મૃતિવન ખુલ્લું મુકવામાં આવ્યું હતું.જેમાં જલારામ ગૌ સત્સંગ મંડળના સહયોગથી 225 વૃક્ષો વાવવામાં આવ્યા હતા.
આર્યવ્રત નિર્માણ પ્રેરિત મહાકાળી પીપલવન નોરતા મુકામે ગુજરાતનો સૌથી મોટો ઓક્સિજન પાર્ક ખાતે જન સેવા એ જ જલારામ સેવાના ઉદ્દેશ સાથે શ્રી જલારામ સેવા ટ્રસ્ટ પાટણ દ્વારા રવિવારે માતૃશ્રી વિરબાઈ માં સ્મૃતિવન ખુલ્લું મુકવામાં આવ્યું છે.ઠક્કર સમાજના આગેવાનો વડીલો,મહિલાઓ અને યુવાનો દ્વારા અલગ અલગ 68 પ્રકારના દેશી કુલ 225 વૃક્ષો વાવી તેની સંભાળ રાખવા માટેના સંકલ્પ લીધા હતા.નિલેશભાઈ રાજગોરે જણાવ્યું હતું કે વિક્રમ સંવત 1820 માં જલારામ બાપાએ શરૂ કરેલ સદાવ્રત આજે પણ ચાલે છે.તેમ આજે માતૃશ્રી વિરબાઈ માં સ્મૃતિવનમાં 1 હજાર વર્ષ સુધી આયુષ્ય ધરાવતા વૃક્ષો પણ છે.આ વૃક્ષોનું સદાવ્રત પશુપક્ષી જીવજંતુ અને મનુષ્ય જીવન આજીવન રહશે.આ સદાવ્રત જ્યાં જ્યાં જલારામ બાપાનું અન્નક્ષેત્ર ચાલે છે.ત્યાં પણ માતૃશ્રી વિરબાઈ માં સ્મૃતિવન બને તેવી અપીલ કરી હતી.સમાજના જે . ડી.જગદીશ ભાઈએ આગામી સમયમાં દુબઈ ખાતે માતૃશ્રી વીરબાઈ સ્મૃતિવન બનાવવાની હાકલ કરી હતી.આ સ્મૃતિવનમાં 11 બાંકડા સાથે વીરબાઈ વિસામો પણ બનશે તેની જાહેરાત પણ રમેશભાઈ ઠક્કરે કરી હતી.નારણભાઈ ઠક્કરે જય જલિયાણ પાણીની પરબ પણ કમળાબા ના સ્મણાર્થે ખુલ્લી મૂકી હતી.ઉપસ્થિત તમામ લોકોએ વૃક્ષની પૂજા કરી આરતી કરી હતી.
સાથે સાથે જલારામ સેવા ટ્રસ્ટ માં 226 મી જલારામ જયંતી ઉજવવાની છે તેનું પણ ઉછમણી નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સારો પ્રતિસાદ ભક્તો દ્વારા મળ્યો હતો. આવેલ તમામ ભક્તજન પરિવારો એ વન ભોજનનો પ્રસાદ લઈ આનંદ માણ્યો હતો..કાર્યક્રમનું સંચાલન રમેશભાઈ જી ઠક્કર ઓઢવા વાળાએ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here