પાટણની ડૉ.પંડ્યા અભ્યાસગૃહ શાળાને ઐતિહાસિક દરજ્જો આપવા મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ..

પાટણ તા.૧૧
પાટણની ઐતિહાસિક ડૉ. અભ્યાસગૃહ શાળાએ તાજેતરમાં ૧૦૦ વર્ષ પૂર્ણ કરેલ છે. ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત આ શાળામાં હાલ ધો. ૧ થી ૫ નાં વર્ગો ચાલે છે.
આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ડૉ. પંડ્યા અભ્યાસગૃહ એલ્યુમીની એસોસિએશનની સ્થાપના કરાયેલ છે. આ એસોસિએશન દ્વારા ગતરોજ પાટણ ધારાસભ્ય ડો.કિરીટ પટેલ ને સાથે રાખી રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને રૂબરૂ મળી આ ઐતિહાસિક શાળાને હેરિટેજ સ્કૂલ અથવા સ્કૂલ ઓફ એક્સલન્સનો દરજ્જો આપવા અને ખાસ કેશમાં ગ્રાન્ટ આપવા રજૂઆત કરી આ ઐતિહાસિક શાળાની સ્થાપના ગાંધીવાદી ડૉ. પંડ્યા સાહેબ અને મણીલાલ માધવલાલ દવે સાહેબે કરેલ હતી.
આ શાળાની ગાંધીજીએ મુલાકાત લીધી હતી. ગાંધીજીની પ્રેરણાથી અહીં ૫૦૦ જેટલી બહેનો રેટીંયા કાંતતી હતી અને વણાટકામ શિખતી હતી. અહીં આ શાળામાં આજ સુધી અનેક બાળકોએ અભ્યાસ કરી દેશ-વિદેશમાં ઉચ્ચસ્થાને બિરાજે છે. એવી ૧૦૦ વર્ષ પૂર્ણ કરેલ પાટણની એકમાત્ર આ ઐતિહાસિક શાળાને ખાસ કેશમાં વિશેષ સ્થાન આપવા તેઓ દ્રારા મુખ્ય
મંત્રીને ભારપૂર્વક રજૂઆત કરી હતી.
આ રજૂઆત પ્રસંગે ડૉ. પંડ્યા એલ્યુમીની એસોસિએશન તરફથી ઉપપ્રમુખ હર્ષદભાઇ ખમાર, મંત્રી ડૉ. અતુલ અગ્રવાલ, ખજાનચી અજયભાઇ ખમાર, કારોબારી સભ્યો શૈલેષ બ્રહ્મક્ષત્રિય અને સંજય બ્રહ્મક્ષત્રિય હાજર રહ્યા હતા.
મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે આ શાળાને ચોક્કસ ગ્રાન્ટ આપવા અને વિશિષ્ઠ દરજ્જા બાબતે તપાસ કરી સ્થાન આપવા ખાત્રી આપેલ હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here