પાટણ આદર્શ હાઇસ્કુલ ખાતે તાલુકા કક્ષાનો કલામહાકુંભ 2025 – 2026 યોજાયો

આયોજીત સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા સ્પર્ધક જીલ્લા કક્ષાએ ભાગ લઈ શક્શે…

પાટણની આદર્શ હાઇસ્કુલ ખાતે તાલુકા કક્ષાનો કલા મહાકુંભ 2025 – 2026 કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ૧૪ જેટલી વિવિદ્ય સ્પર્ધાઓ નું આયોજન કરવામાં આવ્યું હતુ. સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા બનેલ સ્પર્ધકને જિલ્લાકક્ષાએ આયોજીત સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે. વિવિદ્ય વય જૂથ પ્રમાણે સ્પર્ધામાં ભાગ લેવાતો હોય છે. ગરબા, લોક સંગીત, રાસ, ભરતનાટ્યમ, એક પાત્રીય અભિનય, ચિત્રકળા, તબલા ,લોકગીત, વકૃત્વ, નિબંધ લેખન, સુગમ સંગીત, સમૂહ ગીત ,લગ્ન ગીત, હાર્મોનિયમ જેવી સ્પર્ધાઓ યોજાય છે. આદર્શ હાઈસ્કુલ ખાતે આયોજીત કલા મહાકુંભ 2025-26 સ્પર્ધામાં ભરતનાટ્યમ – દ્વિજા પરીખ – 15 થી 20 વર્ષ વિભાગ પ્રથમ નંબર કે. ડી. પોલિટેકનિક,  લગ્નગીત – આશા સુથાર – ૨૧ થી ૫૯ વર્ષ વિભાગ – પ્રથમ નંબર, હાર્મોનિયમ – ઋષિ પટેલ -૨૧ થી ૫૯ વર્ષ વિભાગ – પ્રથમ નંબર, સુગમ સંગીત- શિખા નાયક-૨૧ થી ૫૯ વર્ષ વિભાગ- પ્રથમ નંબર, ભજન – ૨૧ થી ૫૯ વર્ષ વિભાગ – ઈશાન રાઠોડ – પ્રથમ નંબર, સમૂહ ગીત- ૧૫ થી ૨૦ વર્ષ વિભાગ- પ્રથમ નંબર. એકપાત્રિય અભિનય – ૧૫ થી ૨૦ વર્ષ – નીલ નાયક – પ્રથમ નંબર ઘણા બધા બાળકોના નંબર મેળવી વિજેતા બન્યા હતા.

કાર્યક્રમમાં પ્રમુખ હરેશભાઈ ચૌધરી, શાળાના આચાર્ય દિનેશભાઈ ચૌધરી, મંત્રી ભરતભાઈ ચૌધરી, સ્પર્ધા કન્વીનર કુબેરભાઈ ચૌધરી, જિલ્લા યુવા વિકાસ અધિકારી બાબુભાઈ ચૌધરી, પ્રાંત યુવા વિકાસ અધિકારી દીપલ રાવલ વિગેર ઉપસ્થિત રહ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here