પાટણ તબીબ પિતા-પુત્ર એ શિશુ મંદિર શાળામાંચોપડા વિતરણ સાથે જરૂરિયાત મંદ વિધાર્થીની સ્કૂલ ફી ભરી..

તબીબ પિતા-પુત્ર ની શિક્ષણ સેવા ને શિશુ મંદિર શાળાના ગુરૂજનોએ સરાહનીય લેખાવી..

પાટણ તા. ૪
પાટણના જાણીતા ગાયનેક તબીબ અને અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિમાં ઉદાર હાથે દાનની સરવાણી વહાવતા અવની હોસ્પિટલ ના ડો.વ્યોમેશ શાહ અને તેમના પુત્ર ડો. દીપ શાહ દ્વારા તાજેતરમાં શહેરની શિશુ મંદિર શાળામાં અભ્યાસ કરતાં જરૂરિયાત મંદ વિધાર્થીઓને નિશુલ્ક ચોપડા ઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ડો. વ્યોમેશ શાહ અને તેમના પુત્ર ડો. દીપ શાહે શિશુ મંદિર શાળામાં અભ્યાસ કરતાં કેટલાક જરૂરિયાત મંદ પરિવારના વિધાર્થીઓની સ્કૂલ ફી પણ ભરપાઈ કરી શિક્ષણ સેવા નો લ્હાવો પ્રાપ્ત કર્યો હતો.
પાટણના આ સેવાભાવી ડોકટર પિતા – પુત્રની આ શિક્ષણ સેવાને શિશુ મંદિર શાળાના ગુરૂજનોએ પણ સરાહનીય લેખાવી આભારની લાગણી વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here