
ભારત વિકાસ પરિષદ પાટણ શાખા દ્વારા વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિનું જતન બાલ્યાવસ્થાથીજ થાય તે હેતુથી દર વર્ષે ભારત કો જાનો પરીક્ષાનું આયોજન કરવામાં આવતું હોય છે.

આ પરીક્ષામાં ધર્મ અને સંસ્કૃતિ, ઇતિહાસ, આપણું ગુજરાત, ભારતની ભૂગોળ અને અર્થવ્યવસ્થા, બંધારણ અને રાજનીતિ, સાહિત્ય અને કલા વિજ્ઞાન અને વર્તમાન પ્રભાવો જેવા વિવિધ વિષયો લઈને તા. 3/8/25 ના રોજ શેઠ એમ.એન.હાઈસ્કૂલ,પાટણ માં સ્પર્ધા નો પ્રથમ તબક્કો લેખિત સ્પર્ધા લેવામાં આવી હતી. જેમાં શહેરની 24 પ્રાથમિક તથા 12 માધ્યમિક શાળાઓના મળીને કુલ 3000 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષા આપવા વિદ્યાર્થીઓ અને વાલીઓનો ઉત્સાહ જોવા મળતો હતો. પરીક્ષાના આ પ્રથમ તબક્કા બાદ શાળા પ્રમાણે પ્રથમ બે આવેલ વિદ્યાર્થીઓની મૌખિક પરીક્ષામાં ભાગ લેશે. જેમાં પ્રથમ વિજેતા ટીમ આગામી દિવસોમાં ઉત્તર પ્રાંતમાં ભાગ લેવા જશે. અને ઉત્તર પ્રાંતમાં પ્રથમ આવેલ ટીમ રિજિયોનલ કક્ષાએ અને તેમાં પ્રથમ આવેલ ટીમ નેશનલ કક્ષાએ ભાગ લેશે. પરીક્ષાને સફળ બનાવવા કાર્યક્રમના સંયોજક ભાવેશભાઈ ત્રિવેદી સહસંયોજક ગીરીશભાઈ સોની શાખા પ્રમુખ પૂર્ણિમાબેન મોદી, મંત્રી મમતાબેન ખમાર, ભાનુભાઈ સોની તેમજ શાખાના 60 થી વધુ સભ્યોએ મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.




