પાટણ ખાતે ઉ.ગુ.બલોચ સમાજ ટ્રસ્ટ દ્વારા તૃતીય ઇનામ વિતરણ અને સન્માન કાર્યક્રમ યોજાયો…

પાટણ તા. ૧૧
પાટણમા ઉત્તર ગુજરાત બલોચ સમાજ ટ્રસ્ટ દ્વારા સમાજ ના વર્ષ 2025મા ઉત્તીર્ણ થયેલા તેજસ્વી તારલાઓ અને હાફીઝ આલીમ ની તાલીમ પૂર્ણ કરનાર વિદ્યાર્થી માટે ઇનામ વિતરણ અને સન્માન કાર્યક્રમ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
સમારંભના અધ્યક્ષ તરીકે હજરત મૌલાના ઇમરાન સાહેબ ફૈઝી મોહતમિમ મદ્રેસા કંજે મરગુબ તેમજ મુખ્ય મહેમાન તરીકે જનાબ ઈરફાન ભાઈ મોગલ મોટીવેશનલ સ્પીકર તેમજ કોર્પોરેટ ટ્રેનરે ખાસ હાજર રહી વિદ્યાર્થીઓને મોમેન્ટ આપી પ્રોત્સાહિત કયૉ હતા.
કાર્યક્રમ ની શરૂઆત તિલાવતે કુરાન થી કરવામાં આવી હતી ત્યાર બાદ શાબ્દિક પ્રવચન ટ્રસ્ટ ના પ્રમૂખ અને પૂર્વ સરપંચ અખ્તર ખાન બલોચ,વેડ દ્વારા કરવામાં આવ્યું હતું અને પધારેલ તમામ મહેમાનો ને ઉમળકા ભેર આવકારવામાં આવ્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટ ના સદસ્યો રસૂલ મામા,ઐયુબ ખાન એસ.બલોચ,ઐયુબ ખાન બી.બલોચ,તેમજ ટ્રસ્ટ ના સૌ ટ્રસ્ટીઓએ જહેમત ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here