આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષની ઉજવણી અંતર્ગત આયોજિત કાર્યક્રમની રૂપરેખા આપી..
પાટણ તા.1
પાટણ જિલ્લા સહકારી સંઘની 27 મી વાર્ષિક સાધારણ સભા તેમજ 150 મી સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતી અને 2025 આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષની ઉજવણી કાર્યક્રમ સંઘના અધ્યક્ષ સુરેશભાઈ સી.પટેલ ના પ્રમુખ સ્થાને સંઘના કાર્યાલયમાં સોમવારે મળી હતી.
સભાની શરૂઆતમાં પ્લેન ક્રેશ દુર્ઘટનાથી મૃત્યુ પામેલ તમામ મૃતાત્માઓની શાંતિ અર્થે પ્રાથૅના કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ સંઘના એક્ઝિક્યુટિવ ઓફિસર ભરતભાઈ રાજ પુરોહિત દ્વારા સંઘના એજન્ડા મુજબ અંદાજપત્ર વાર્ષિક રૂપરેખા સહકારી શિક્ષણ કાર્યક્રમ ભાવિ આયોજન અને 2025 વર્ષ સહકારી આંતરરાષ્ટ્રીય વર્ષ નિમિત્તે ઉજવણી થી સભાસદોની માહિતગાર કરી તમામ કામગીરીને સભામાં ઉપસ્થિત જિલ્લાની વિવિધ સહકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ એ સર્વાનુંમતે મંજૂર કર્યા હતાં. પ્રતિનિધિઓ સાથે પ્રશ્નોની ચર્ચા વિચારણા કરી સંતોષકારક જવાબ આપવામાં આવેલ હતા.
આ પ્રસંગે ઉપસ્થિત પાટણ જિલ્લા સહકાર ભારતીના અધ્યક્ષ અને જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર હરિભાઈ પટેલ દ્વારા આંતરરાષ્ટ્રીય સહકારી ઉજવણી કાર્યક્રમ પહેલી જુલાઈથી છઠ્ઠી જુલાઈ સુધી કરવામાં આવનાર ઉજવણી વિશે રૂપરેખા રજૂ કરી સૌને માહિતગાર કરવામાં આવેલ.
આ પ્રસંગે જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ સુરેશભાઈ પટેલ દ્વારા જિલ્લાની તમામ સંસ્થાઓ શિક્ષણ તાલીમ ની યોજનાઓ નો લાભ કેવી રીતે લેવો સંઘનો વ્યાપ ભંડોળ સંસ્થા નું મજબૂત કરવા સશક્તિકરણ સહકારી સુધારાઓ અનુરૂપ કદમ મિલાવી આગળ વધવા માટે અનુરોધ કરી સંઘને સહકાર આપવા અનુરોધ કર્યો હતો.
આ વાર્ષિક સાધારણ સભામાં જિલ્લામાંથી વિવિધ સંસ્થાઓ મોટી સંખ્યામાં પ્રતિનિધિઓ, ડિરેક્ટરો,કર્મચારીઓએ હાજર રહ્યા હતા. અંતરાષ્ટ્રીય સહકારી વર્ષ 2025 ની ઉજવણી અંતગૅત વૃક્ષારોપણ ક્યાં અને કેવી કેવી રીતે કરવું તેનું આયોજન અને માર્ગદર્શન આપેલ તેમજ નિબંધ લેખન ની વિશેષ માહિતી આપેલ હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..




