શંખેશ્વર નાના ઠાકોર વાસ ના શખ્સને વરલી મટકાના જુગાર કેસમાં પાટણ એલસીબી ટીમે ઝડપ્યો.

પાટણ તા. ૧
પાટણ પોલીસ અધિક્ષક વી.કે.નાયી નાઓએ પાટણ જીલ્લામાંથી પ્રોહી/જુગાર લગતની ગે.કા. પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા કરેલ સુચના આધારે એલસીબી પીઆઈ આર.જી.ઉનાગર ના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો શંખેશ્વર વિસ્તાર માં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે ઠાકોર પ્રહલાદજી બચુજી રહે.શંખેશ્વર નાના ઠાકોરવાસ તા.શંખેશ્વર જી.પાટણ વાળાને વરલી મટકાનો આંક ફરકનો જુગાર રમી રમાડતા કુલ કિં.રૂ.૭૧,૬૮૦ ના મુદ્દામાલ સાથે પકડી તેના વિરુદ્ધ મા શંખેશ્વર પો. સ્ટે.મા જુગાર ધારા કલમ ૧૨- અ મુજબ ગુનો દાખલ કરાવી આગળ ની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here