પાલિકા પ્રમુખ ના અધ્યક્ષ પદે મળેલ બેઠકમાં પાટણના વિકાસ માટે મુકત મને વિચાર વિમર્શ કરાયો…

પાટણ તા. 31
પાટણ નવા સર્કિટ હાઉસ ખાતે રવિવારે પાટણના પ્રથમ નાગરિક ચંદ્રિકાબેન રાવળ ના અધ્યક્ષ સ્થાને તેમજ નવનિયુક્ત નગર સેવીકા નીતાબેન પટેલના મુખ્ય મહેમાન પદે પાટણની પ્રભુતા ને ઉજાગર કરવા પાટણ પત્રકાર સ્વાભિમાન સંઘની રચના સાથે પ્રથમ બેઠક મળી હતી.

આ બેઠકમાં પાટણ ના પ્રાચીન સમયને યાદ કરતા ભારત વર્ષમાં પાટણ ની પ્રભુતા નો ઇતિહાસ આજે પણ અમર અને અક બંધ છે પરંતુ સમયની સાથે તે ઘણો બધો ઇતિહાસ ભુલાયો પણ છે.
આજની આ બેઠક નવા સર્કિટ હાઉસ ખાતે સુંદર વિચાર સાથે મળી અને પાટણની પ્રભુતા ને ફરી ઉજાગર કરવા સૌએ એક સાથે કમર કસવાના સંકલ્પ સાથે પાટણના ભુલાયેલ ઇતિહાસ અને તેના અમર પાત્રો સાથે શહેરના વિકાસની ભુલાયેલી વાતો સાથે પાટણ ના પ્રેરણા પુરુષો જે આજે ભુલાયા છે તે માટે સૌએ દુઃખની અનુભૂતિ કરી પાટણ પત્રકાર સ્વાભિમાન સંઘ ના વડપણ હેઠળ આ પાટણની પ્રભુતા ની ગૌરવ ગાથા ઉજાગર કરવા સૌએ કટિબદ્ધતા વ્યકત કરતા ઉપસ્થિત સૌએ તેને સુંદર પ્રતિસાદ સાથે વધાવ્યો હતો.

પાટણ પત્રકાર સ્વાભિમાન સંધ આ બાબતે લોકોના પ્રશ્નોને વાચા આપશે અને વિસ્તારના વિકાસને આગળ ધપાવશે અને સરકાર સાથે સંવાદ સાધી પાટણની પ્રભુતા ને ફરી ઉજાગર કરવા દિલથી પ્રયત્ન કરશે તેવી હૈયાધારણ આપી હતી.
આજની આ બેઠકમાં પૂવૅ નગરસેવક પ્રહલાદભાઈ રાવળ,ખાણ ખનીજ વિભાગ પાટણના રિટાયર્ડ અધિકારી પરેશભાઈ પટેલ, વરિષ્ઠ પત્રકાર સેવંતીભાઈ સોની,ખેંગારભાઈ યોગી,
યશપાલ સ્વામી, હિતેશ
ભાઈ પરીખ,પીઆઈ ઠકકર, જેણુભા વાધેલા, દિલીપભાઈ ઓઝા, દીપકભાઈ બ્રહ્મક્ષત્રીય, ઉપેશભાઈ પંચાલ, રાજુભાઈ ઠક્કર, કમલેશભાઈ પટેલ, પ્રતિકભાઇ કોટક, રાજેશભાઈ જાદવ, પરેશભાઈ ઝાલા, ભરતભાઈ ચૌધરી, રાજુભાઈ પટેલ, સહિત પાટણના દૈનિક,સાપ્તાહિક અને ઇલેક્ટ્રોનિક તેમજ વેબ મીડિયાના પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.




